નવી દિલ્હી: અત્યાર સુધી 2000 રૂપિયાની નોટોને લઇને ચાલી રહેલા તમામ પ્રકારના અનુમાનો વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. ઇન્ડીયન બેન્કએ 2000 રૂપિયાની નોટો એટીએમમાં ન નાખવાનો નિર્ણય કર્યો છે. સરકારી ક્ષેત્રની આ બેન્કના દેશભરમાં લગભગ 3000 બ્રાન્ચ છે. તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલાં આ સંબંધમાં સમાચાર આવ્યા છે કે એક સરકારી બેન્કે પોતાની તમામ શાખાઓ પાસેથી 2000 રૂપિયાની નોટોને પરત માંગી લીધી છે. આ ઉપરાંત એટીએમ 2000 રૂપિયાની નોટો ન નાખવાનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેન્કે 2000 રૂપિયાની નોટોને એટીએમથી હટાવવવાના પોતાના નિર્ણયને લઇને કહ્યું કે તેનાથી બ્રાંચોમાં અવ્યવસ્થા ફેલાઇ રહી હતી. બેન્કે કહ્યું કે ગ્રાહક એટીએમમાંથી 2000 રૂપિયા કાઢ્યા બાદ શાખામાં આવી જાય છે અને તેના બદલામાં છુટા માંગે છે. આ સમસ્યા તે શાખાઓમાં વધુ છે, જ્યાં એટીએમ પણ લાગેલા છે. બ્રાંચોમાં લાંબી લાઇનો જોવા મળી હતી. એવી સ્થિતિમાં બચવા માટે 2000 રૂપિયાની નોટોને જ એટીએમમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. 


ભારતેય રિઝર્વ બેન્કના ડેટા અનુસાર ઇન્ડીયન બેન્કના દેશભરમાં કુલ 3988 એટીએમ છે. તેમાંથી 3289 એટીએમ બ્રાંચ સાથે જ છે, જ્યારે 699 અલગ છે. હવે ઇન્ડીયન બેન્કના કોઇપણ એટીએમમાંથી 100, 200 અને 500 રૂપિયાની જ નોટ નિકળશે. બેન્કનું કહેવું છે કે અત્યારે જે એટીએમમાં 2000 રૂપિયાની નોટ ઉપલબ્ધ છે, તેને 1 માર્ચ સુધી કાઢવામાં આવશે. 


તમને જણાવી દઇએ કે ઇન્ડીયન બેન્કના અલ્હાબાદ બેન્કની સાથે વિલય થવાનું છે. વિલય બાદ આ નિર્ણયનું શું થશે? આ સંબંધમાં પૂછવામાં આવતા ઇન્ડીયન બેન્કના અધિકારીઓએ કહ્યું કે વિલય બાદ તૈયાર નવા બેન્કના વહિવટને હાથમાં આ નિર્ણય રહેશે. તે નકી કરી શકે છે કે આગળ શું કરવું છે, પરંતુ હાલ આ વ્યવ્સ્થા લાગૂ રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube