નવી દિલ્હી: શું તમે ક્યારે કોઈ ભારતીય નોટ પર બનલી આડી લાઈન પર ધ્યાન આપ્યું છે? જો તમે આ લાઈન પર ધ્યાન આપ્યું હશે તો જોયું હશે કે નોટની કિંમત પ્રમાણે તેની સંખ્યા ઘટતી-વધતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ લાઈન નોટ પર કેમ બનાવવામાં આવે છે. ખરેખરમાં આ લાઈન આ નોટ વિશે મોટી મહત્વપૂર્ણ જાણકારી આપે છે. આવો જાણીએ 100, 200, 500 અને 2000 ની નોટ પર બનેલી આ લાઈનનો શું અર્થ છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું હોય છે બ્લીડ માર્ક્સ
નોટ પર બનેલી આ લાઈનને 'બ્લીડ માર્ક્સ' કહેવામાં આવે છે. આ બ્લીડ માર્ક્સ ખાસ કરીને અંધ લોકો માટે બનાવવામાં આવે છે. નોટ પર બનાવેલી આ લાઈનને ટચ કરી તેઓ જાણી શકે છે કે આ કેટલા રૂપિયાની નોટ છે. તેથી 100, 200, 500 અને 2000 ની નોટ પર અલગ-અલગ સંખ્યામાં લાઈન બનાવવામાં આવે છે અને આ લાઈનની મદદથી અંધ તેની કિંમત જાણી શકે છે.


નોટ પર છપાયેલી લાઈન જણાવે છે તેની કિંમત
આવો હવે નોટની કિંમત પર નજર કરીએ. આ લાઈન નોટની કિંમત જણાવે છે. 100 રૂપિયાની નોટમાં બંને તરફ ચાર-ચાર લાઈન હોય છે. જેને સ્પર્શ કરવાથી અંધ સમજી જાય છે કે આ 100 રૂપિયાની નોટ છે. ત્યારે 200 રૂપિયાની નોટના બંને તરફ પર ચાર-ચાર લાઈન હોય છે અને લાઈનો વચ્ચે બે-બે ઝીરો પણ હોય છે. ત્યારે 500 ની નોટમાં 5 અને 2000 ની નોટમાં બંને તરફ 7-7 લાઈન બનાવવામાં આવે છે. આ લાઈનની મદદથી અંધ વ્યક્તિ સરળતાથી આ નોટ અને તેની કિંમતને જાણી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube