નવી દિલ્હી: દેશમાં સતત વધી રહેલી મોંઘવારીને કારણે ખાણી-પીણીથી લઈને રોજબરોજની વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે તેવામાં સામાન્ય માણસના ખિસ્સા પર ભારણ વધી જ રહ્યું છે. ત્યારે દેશની સૌથી મોટી બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ને પણ નોટો છાપવી મોંઘી પડી રહી છે. એક RTI થઈ હતી જમાં રિઝર્વ બેંકે તમામ નોટો છાપવાના ખર્ચ વિશે જાણકારી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RTI માં મળી જાણકારી 
અત્યારે 10 રૂપિયાની નોટને છાપવું 20 રૂપિયાની નોટને છાપવા કરતા મોંઘ થઈ ગયું છે. તેનું કારણ છે, કાગળના સતત વધી રહેલા ભાવ... આ સિવાય RBI એ 2000 રૂપિયાની નોટ છાપવાનું લગભગ બંધ કરી દીધું છે.


Video: દીકરા સાથે આમિર ખાનની મસ્તી, ભારે વરસાદ વચ્ચે ફૂટબોલ રમવાની માણી મજા


જાણો કઈ નોટ છાપવામાં થાય છે કેટલો ખર્ચ
10 રૂપિયાની એક હજારની નોટ છાપવાનો ખર્ચ - 960 રૂપિયા
20 રૂપિયાની એક હજારની નોટ છાપવાનો ખર્ચ - 950 રૂપિયા
50 રૂપિયાની એક હજારની નોટ છાપવાનો ખર્ચ - 1,130 રૂપિયા
100 રૂપિયાની 1000 નોટ છાપવાનો ખર્ચ - 1,770 રૂપિયા
200 રૂપિયાની હજારની નોટ છાપવાનો ખર્ચ - 2,370 રૂપિયા
500 રૂપિયાની નોટોની પ્રિન્ટિંગ કિંમત - 2,290 રૂપિયા


દિવસમાં ત્રણ ટાઈમ વાટકો ભરી ડોગફૂડ ખાય છે આ વિદ્યાર્થી, કહ્યું- સ્વાદ નથી આવતો પરંતુ...


50 રૂપિયાની નોટ છાપવામાં સૌથી વધુ ઉછાળો
વધતી મોંઘવારી વચ્ચે ચલણી નોટો છાપવાની કિંમતમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. સૌથી વધુ અસર 50 રૂપિયાની ચલણી નોટ છાપવાની કિંમત પર પડી છે. RBI ના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2020-21 માં, 50 હજાર રૂપિયાની ચલણી નોટ છાપવાનો ખર્ચ 920 રૂપિયા હતો, જે 2021-22 માં 23 ટકા વધીને 1,130 રૂપિયા થઈ ગયો છે. તે જ સમયે, 20 રૂપિયાની નોટ પર તેની સૌથી ઓછી અસર છે. નાણાંકીય વર્ષ 2020-21 માં 20 હજાર રૂપિયાની નોટ છાપવા પાછળનો ખર્ચ 940 રૂપિયા હતો જે વધીને 950 રૂપિયા થઈ ગયો છે. આ દરમિયાન 500 રૂપિયાની નોટ પર કોઈ અસર જોવા મળી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube