India`s GDP: ડિસેમ્બર ક્વાર્ટરમાં 5.4 ટકાના દરે વધશે ભારતની અર્થવ્યવસ્થા, જાહેર થયા આંકડા
India`s GDP: આજે ચાલુ નાણાકીય વર્ષ 2021-2022ના ત્રીજા ક્વાર્ટર માટે જીડીપીના આંકડા જાહેર થઈ ગયા છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતનો જીડીપી 5.4 ટકાએ વધ્યો છે.
નવી દિલ્હીઃ આજે ચાલુ નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ક્વાર્ટરના જીડીપી ડેટા જાહેર કરવામાં આવ્યા છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતનો જીડીપી 5.4 ટકા વધ્યો હતો. તમને જણાવી દઈએ કે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશનો આર્થિક વિકાસ દર (જીડીપી) 8.4 ટકા હતો, જ્યારે પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી 20.1 ટકા હતો.
આંકડા મંત્રાલય દ્વારા જાહેર કર્યા આંકડા
તમને જણાવી દઈએ કે બરાબર એક વર્ષ પહેલા ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતનો વિકાસ દર 0.40 ટકા હતો. આ ક્વાર્ટરમાં વૃદ્ધિની ગતિમાં મંદી જોવા મળી છે. આંકડાકીય મંત્રાલયે માહિતી આપતાં કહ્યું કે નાણાકીય વર્ષ 2022માં ભારતનો GDP 8.9 ટકા વધવાની સંભાવના છે.
Gold Price Latest: રશિયા-યુક્રેન યુદ્ધની અસર, સોના-ચાંદીના ભાવમાં મોટો વધારો
બાર્કલેઝે 6.6 ટકાનો અંદાજ રાખ્યો હતો
તમને જણાવી દઈએ કે બાર્કલેઝે આ ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 6.6 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. બાર્કલેઝના મતે ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિ દર 10 ટકા રહી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube