નવી દિલ્હી: પીએનબી કૌભાંડ મામલે આરોપી ભાગેડૂ હીરાના બિઝનેસમેન નીરવ મોદીને લંડનમાં જોવા મળ્યા છે. મીડિયા અહેવાલ બાદ ભારતના વિદેશ મંત્રલાયે પણ આ વાતની પુષ્ટિ કરી દીધી છે. શનિવારે (3 માર્ચ)ના રોજ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે અમને ખબર છે નીરવ મોદી લંડનમાં છે, એટલા માટે અમે બ્રિટન પાસે નીરવ મોદીના પ્રર્ત્યપણની માંગી કરી છે. તેમણે કહ્યું કે ભારતને હજુ સુધી પ્રર્ત્યપણને લઇને કોઇ જવાબ મળ્યો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાન અને ગુલામ કાશ્મીરમાં કરવામાં આવેલી, એર સ્ટ્રાઇક પર સતત પાકિસ્તન ખોટું બોલીને વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. આ પત્રકાર પરિષદમાં એક પત્રકાર ભાગેડૂ નીરવ મોદીને લઇને પ્રશ્ન કર્યો હતો.
 


તમને જણાવી દઇએ કે બ્રિટનના એક રિપોર્ટમાં આ વાત દાવા સાથે કહેવામાં આવી રહી છે કે નીરવ મોદી હવે લંડનના એક વિસ્તારમાં હીરાનો બિઝનેસ ચાલી રહ્યો છે. યૂકેના એક સમાચાર પત્ર 'ટેલિગ્રાફ'એ એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં જણાવવામાં આવ્યું હતું કે 48 વર્ષીય નીરવ મોદી લંડનના રસ્તા પર લુક બદલીને ફરી રહ્યા છે. ભારતની પહેલ પર ઇન્ટરપોલે નીરવ મોદી વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. એટલું જ નહી, આ વીડિયોમાં નીરવ મોદી દ્વારા લંડનમાં હીરાનો બિઝનેસ ચાલુ કરવાની પણ વાત કહેવામાં આવી છે. 



આ વીડિયોમાં નીરવ મોદીનો લુક ચેંજ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઇએ કે નીરવ મોદી પંજાબ નેશનલ બેંકના 13 હજાર કરોડ રૂપિયાના કૌભાંડમાં મુખ્ય આરોપી છે અને ફરાર છે. ભારતીય તપાસ એજન્સીઓએ નીરવ મોદી વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરી છે. 


ઇડીએ 15 ફેબ્રુઆરીના રોજ 2018ના પીએમએલએ જોગવાઇ હેઠળ નીરવ મોદી અને અન્ય વિરૂદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો. કથિત રીતે નીરવ મોદી, મેહુલ ચોક્સી અને અન્ય લોકોએ પંજાબ નેશનલ બેંકના કેટલાક બેંક અધિકારીઓ સાથે મળીને બેંકની સાથે છેતરપિંડી કરી હતી.