ઈકોનોમીના `અચ્છે દિન`, ત્રીજા ક્વાર્ટરમાં 7.2 ટકા રહ્યો GDP
નવી દિલ્હીઃ મોદી સરકાર માટે અર્થવ્યવસ્થાના મોર્ચે સારા સમાચાર મળ્યા છે. ત્રીજા ક્વાર્ટર દરમિયાન ભારતનો જીડીપી દર 7.2 ટકા રહ્યો છે. જીડીજીની આ રફતારે ભારતે ચીનને પાછળ છોડી દીધું છે. આ સાથે ભારત વિશ્વમાં ઝડપથી આગળ વધતી ઈકોનોમી બની ગયું છે.
જીડીપીનો વૃદ્ધિ દર ત્રીજા ક્વાર્ટરમાં 7.2 ટકા રહ્યો છે. આ દરમિયાન ચીનના જીડીપીની ગતી 6.8 ટકા રહી છે. આ મામલે ભારતે ચીનને પાછળ છોડી દીધું છે.
અર્થવ્યવસ્થાના મોર્ચે આ સમાચાર પીએમ મોદી માટે પણ રાહત લઈને આવ્યા છે. વડાપ્રધાન મોદી સતત બેન્ક લોન અને ઈકોનોમીના મોર્ચે ધીમી ગતીને કારણે આલોચનાનો સામનો કરતા હતા.
ગત સપ્તાહે આવેલા રોયટર્સના પોલમાં આશા વ્યક્ત કરવામાં આવી હતી કે ઓક્ટોબર થી સપ્ટેમ્બર ત્રિમાસીક ગાળા વચ્ચે જીડીપીની ગતી 6.9 ટકા રહી શકે છે. જીડીપીનો આંકડો આ પોલ પ્રમાણે તેની નજીક રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, ઓક્ટોબર-સપ્ટેમ્બર ત્રિમાસીક ગાળામાં ચીનની જીડીપીની ગતી 6.8 ટકા રહી હતી. આ પહેલા 2016માં ભારતીય જીડીપીમાં ઝડપી વધારો જોવા મળ્યો હતો. આ 2016ના અંતિમ ત્રિમાસીક ગાળા દરમિયાન ઝડપથી વધી હતી.
નાણાકિય વર્ષ 2017-18ના બીજા ત્રિમાસીક ગાળા (જુલાઇ-સપ્ટેન્બર)માં જીડીપી વિકાસ દર 6.5 ટકા રહ્યો. જીડીપીના આ આંકડાથી કેન્દ્ર સરકારને રાહત પહોંચી છે કેમ કે, ચાલુ નાણાકિય વર્ષના પ્રથમ ત્રિમાસીક ગાળામાં જીડીપીનો વિકાસદર 5.7 ટકા રહ્યો હતો.
પહેલા ત્રિમાસીક ગાળામાં વિકાર દરના આંકડા 13 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયા હતા અને તે માટે આર્થિક જાણકારોએ નવેમ્બર 2016માં નોટબંધી સહિત આર્થિક ફેરફારને જવાબદાર ગણાવ્યું હતું.