શું ચીનમાં છપાઈ રહી છે ભારતીય કરન્સી ? સરકારે આપ્યો સીધો જવાબ
રિપોર્ટની પુષ્ટિ માટે સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે બેંક નોટ પ્રિન્ટિંગ એન્ડ મિટિંગ કોર્પોરેશનના પ્રેસિડન્ટ લિયૂ ગુશેંગના 1 મેના એક ઇન્ટરવ્યૂનો હવાલો આપ્યો છે
નવી દિલ્હી : હાલમાં ભારતમાં એવી ચર્ચાએ વેગ પકડ્યો છે કે ભારતીય ચલણ ચીનમાં છાપવામાં આવે છે. હકીકતમાં ચાઇનીઝ મીડિયામાં આવેલા કેટલાક રિપોર્ટ પછી આ વાતની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. હકીકતમાં આ મામલે કેન્દ્ર સરકારે કહ્યું છે કે ચીનમાં ભારતીય કરન્સી છપાતી હોવાના રિપોર્ટમાં કોઈ હકીકત નથી. સોમવારે નાણાં મંત્રાલયના આર્થિક મામલાઓના સચિવે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે. સુભાષ ચંદ્ર ગર્ગે ન્યૂઝ એજન્સી ANIને આપેલા એક નિવેદનમાં કહ્યું છે કે ચીનની કોઈ પ્રિન્ટિંગ પ્રેસને ભારતીય નોટ છાપવાનો ઓર્ડર મળ્યો હોવાના રિપોર્ટ આધારહિન છે. ભારતીય કરન્સી નોટ માત્ર ભારત સરકાર અને આરબીઆઇની પ્રિન્ટિંગ પ્રેસમાં છપાય છે અને ભવિષ્યમાં પણ ત્યાં જ છપાશે.
બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...