ગેસ પ્રોડ્યૂસર કંપનીઓને પ્રોત્સાહિત કરવા માટે સરકાર 1 એપ્રિલથી સ્થાનિક પ્રોજેક્ટ્સની પ્રાકૃતિક ગેસ (Natural gas)ના ભાવમાં વધારો કરી શકે છે. ગેસના ભાવમાં 10 ટકાનો વધારો કરીને 3.72 ડોલર પ્રતિ એકમ એમએમબીટીયૂ કરવામાં આવી શકે છે. આ મામલા સાથે જોડાયેલા સૂત્રોએ જાણકારી આપી હતી. હાલમાં તેનાથી ઓએનજીસી અને રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ જેવી કંપનીઓને ફાયદો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોએ જણાવ્યું હતું કે કઠિન ક્ષેત્રોથી પ્રોડ્યૂસ થનાર ગેસના દર પણ વધીને લગભગ 9 ડોલર પ્રતિ એમએમબીટીયૂ કરવામાં આવી શકે છે જે હાલમાં 7.67 ડોલર પ્રતિ એમએમબીટીયૂ છે. આમ થયું તો સતત ચોથીવાર ગેસના ભાવમાં વધારો થયો. 

બજારમાં હોઇ શકે છે 2000, 500, 200 રૂપિયાની નકલી નોટ, આ રીતે કરો અસલી નોટની ઓળખ


દર છ મહિને નક્કી થાય છે ભાવ
પ્રાકૃતિક ગેસની ભાવમાં દર છ મહિને એક એપ્રિલ અને એક ઓક્ટોબરમાં નક્કી કરવામાં આવે છે. તેના માટે પ્રાકૃતિક ગેસની કિંમતો ગેસ વેચનાર અમેરિકા, રૂસ અને કેનેડા જેવા દેશોના ગેસ વેચાણ કેંદ્વોમાં એક ત્રિમાસિક સમાપ્ત વર્ષમાં ગેસના સરેરાશ દરના આધારે નક્કી કરવામાં આવે છે.


10 ટકા વધી શકે છે ભાવ
આ પહેલાં એપ્રિલથી 30 સપ્ટેમ્બરની અવધિ માટે ગત વર્ષે એક જાન્યુઆરીથી એક ડિસેમ્બરની અવધિમાં આ કેંદ્વોની કિંમતો નક્કી કરવામાં આવશે. આંકડા અનુસાર આ વખતે એક એપ્રિલથી તેમા6 10 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. ગેસના ભાવમાં વધારાથી ઓએનજીસી અને રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ જેવા ઉત્પાદકોને ફાયદો થશે. 

PAN કાર્ડમાં નામ ખોટું છપાયું હોય તો ઘરે બેઠા સુધારો, આ છે તેના સરળ 4 STEPS


આ પહેલાં ક્યારે વધી હતી કિંમત
એટલા માટે આ વખતે એપ્રિલથી 30 સપ્ટેમ્બરના સમયગાળા માટે ગત વર્ષે એક જાન્યુઆરીથી એક ડિસેમ્બરના સમયગાળામાં આ કેંદ્વોની વેટેડ એવરેજ પ્રાઇસના આધારે નક્કી કરવામાં આવશે. ગેસના ભાવ વધવાથી ઓએનજીએસી અને રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ જેવા પ્રોડ્યૂસર્સનો ફાયદો વધશે. તેનાથી પહેલા સરકારે એક ઓક્ટોબર 2018ના રોજ પ્રાકૃતિક ગેસના ઘરેલૂ ઉત્પાદકોને આપવામાં આવતી કિંમતને 3.06 ડોલર પ્રતિ એમએમબીટીયૂથી વધારીને 3.36 ડોલર પ્રતિ એમએમબીટીયૂ કરી દીધી હતી. 

દેશના અરબપતિ ગુજ્જુ બિઝનેસમેને સ્વિપર અને સિક્યોરિટી સાથે લંચ કરી પુરૂ પાડ્યું ઉદાહરણ


આ કંપનીઓને મળશે લાભ
સરકારના આ નિર્ણયથી ઓએનજીસી અને રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ જેવી કંપનીઓને લાભ થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે કઠિન ક્ષેત્રોથી પ્રોડ્યૂસ થનાર ગેસના દર પણ વધીને લગભગ 9 ડોલર પ્રતિ એમએમબીટીયૂ કરવામાં આવી શકે છે જે હાલમાં 7.67 ડોલર પ્રતિ એમએમબીટીયૂ છે. આમ થયું તો સતત ચોથીવાર ગેસના ભાવમાં વધારો થયો.