નવી દિલ્હી: સરકારી ઓઇલ કંપનીઓ ઇન્ડીયન ઓઇલ (IOC), અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (HPCL) એ આજે ચોથા દિવસે બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં Petrol Diesel Prices) માં કોઇ ફેરફાર કર્યો નથી. રાષ્ટ્રીય રજધાનીમાં આજે એક લીટર ડીઝલનો ભાવ 81.47 રૂપિયા અને એક લીટર પેટ્રોલનો ભાવ 91.17 રૂપિયા છે. તો બીજી તરફ દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર છે. તમને જણાવી દઇએ કે અત્યારે લગભગ દરેક શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઓલ ટાઇમ હાઇ (All Time High) પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો મેટ્રો શહેરમાં કેટલો ભાવ
આઇઓસીએલ પાસેથી મળેલી જાણકારી અનુસાર આજે દિલ્હી, કોલકતા, મુંબઇ અને ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલ અને ડીઝલની કિંમત આ પ્રકારે છે.


શહેર પેટ્રોલનો ભાવ ડીઝલનો ભાવ
દિલ્હી 91.17 રૂપિયા પ્રતિ લીટર 81.47 રૂપિયા પ્રતિ લીટર
મુંબઇ 97.57 રૂપિયા પ્રતિ લીટર 88.60 રૂપિયા પ્રતિ લીટર
કલકત્તા 91.35 રૂપિયા પ્રતિ લીટર 84.35 રૂપિયા પ્રતિ લીટર
ચેન્નઇ 93.11 રૂપિયા પ્રતિ લીટર 86.45 રૂપિયા પ્રતિ લીટર
નોઇડા 89.38 રૂપિયા પ્રતિ લીટર 81.91 રૂપિયા પ્રતિ લીટર
બેંગ્લોર 94.22 રૂપિયા પ્રતિ લીટર 86.37 રૂપિયા પ્રતિ લીટર
ભોપાલ 99.21 રૂપિયા પ્રતિ લીટર 89.76 રૂપિયા પ્રતિ લીટર
ચંદીગઢ 87.73 રૂપિયા પ્રતિ લીટર 81.17 રૂપિયા પ્રતિ લીટર
લખનઉ 89.31 રૂપિયા પ્રતિ લીટર 81.85 રૂપિયા પ્રતિ લીટર

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઇ શકે છે ઘટાડો
100 રૂપિયાને પાર પહોંચેલ પેટ્રોલમાં હવે મધ્યમવર્ગના લોકોને રાહત મળી શકે છે.15 માર્ચ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી શકે છે.તોંતિગ ભાવ વધારાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર વિચારણ કરી રહી છે.જેમાં 15 માર્ચ સુધી એક્સાઈઝ ડ્યુટી અને વેટમાં ઘટાડો કરવા અંગે નિર્ણય થઈ શખે છે.હાલ કેટલાક શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર છે.જેથી લોકોને ભારે હાલાકી પડી રહી છે.છેલ્લા 10 મહિનામાં ક્રુડની કિંમતમાં બે ગણો વધારો થયો છે. જેથી વેટ અને એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવા માટે રાજ્યો સાથે કેન્દ્ર સરકાર ચર્ચા કરી રહી છે.


મહત્વનું છે હાલ કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડિઝલ પર એક્સાઈઝ ડયુટી અને રાજ્ય સરકાર વેટ લગાવે છે.ત્યારે ઓલ ટાઈમ હાઈ પેટ્રોલની કિંમતથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.જેથી આગામી 15 માર્ચ સુધી નોણાં મંત્રાલય પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવા કોઈ નિર્ણય લઈ શકે છે.તો ભાવ વધતા હવે પેટ્રોલ ડીઝલને GSTમાં સમાવેશ કરવાની પણ માગ પ્રબળ બની છે.


ફેબ્રુઆરીમાં પેટ્રોલ 3.87 રૂપિયા અને ડીઝલ 4.01 રૂપિયા થયું મોંઘું
ફેબ્રુઆરીના મહિનામાં 27 દિવસમાં પેટ્રોલના ભાવમાં 14 દિવસ વધારો થયો છે. તેનાથી આ 3.87 રૂપિયા મોંઘું થયું છે. ફક્ત આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીની વાત કરીએ તો 25 દિવસ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ 7.36 રૂપિયા મોંઘું થયું છે. તો બીજી તરફ ફેબ્રુઆરીમાં ડીઝલના ભાવમાં 4.01 રૂપિયાનો વધારો થયો છે. ગત 2 મહિનામાં ડીઝલ 7.60 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. 


આ રીતે તમારા શહેરના પેટ્રોલ ડીઝલના ભાવ જાણો
તમે તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના ભાવ SMS દ્વારા જાણી શકો છો. ઈન્ડિયાન ઓઈલના ગ્રાહક  RSP લખીને 9224992249 નંબર પર અને BPCL ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર ભાવ મેળવી શકે છે. HPCL ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. 


રોજ સવારે બદલાય છે કિંમતો
પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજ સવારે 6 વાગે બદલાય છે. સવાર 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય ચીજો જોડાયા બાદ તેના ભાવ લગભગ બમણા થઈ જાય છે. વિદેશી મુદ્રાના દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડના ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube