નવી દિલ્હી: અમેરિકન કંપની ઈન્ડિયન મોટરસાઈકલ પોતાની દમદાર અને ખુબસુરત નવી બાઈક લોન્ચ કરવા જઈ રહી છે. આ બાઈકનું નામ એફટીઆર 1200 હશે. આ બાઈક કંપનીની ઈન્ડિયન એફટીઆર 750 ફ્લેટ ટ્રેક રેસિંગ બાઈક પર આધારિત છે. ઈન્ડિયન મોટરસાઈકલ તેને પહેલી ઓક્ટોબરના રોજ ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે. આ બાઈક (એફટીઆર 1200)નું વેચાણ 2019થી શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડિયન એફટીઆર 1200 બાઈકમાં હશે આ ખાસિયતો
એફટીઆર 1200 એક સ્ટ્રીટ બાઈક હશે. ઈન્ડિયને એક વીડિયો જારી કર્યો છે જે મુજબ આ બાઈકને ભારતમાં પહેલી ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવશે. એફટીઆર 1200માં ગોળાકાર હેન્ડલેંપ હશે. બની શકે કે તેમાં એલઈડી બલ્બ પણ આપવામાં આવશે. તેમાં ઈન્વર્ટેડ ફ્રન્ટ ફોકર્સ અને રિયર મોનોશોક હશે. આ બાઈક ડ્યુલ સ્પોર્ટ રબર ટાયરથી લેસ હશે. 


આ બાઈકમાં સીટ નીચે હશે ફ્યુલ ટેંક
ડિઝાઈન પેટન્ટ મુજબ આ ઈન્ડિયન એફટીઆર 1200 બાઈકમાં સીટની નીચે ફ્યુલ ટેંક હશે. તેમાં ઈન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે એલસીડીવાળુ હશે. એફટીઆર 1200માં સ્કાઉટ બાઈકનો 1130 સીસી વી ટ્વિન એન્જિન હશે. પરંતુ તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવશે. 


2019માં બજારમાં જોવા મળશે ઈન્ડિયન એફટીઆર 1200 બાઈક
એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઈન્ડિયનની આ નવી બાઈક ભારતમાં 2019ના શરૂઆતના મહિનાઓમાં લોન્ચ કરવામાં આવી શકે છે. ભારતમાં લોન્ચ થયા બાદ ઈન્ડિયન એફટીઆર 1200 બાઈકનો મુકાબલો ડુકાટી 1100, બીએમડબલ્યુ અને નાઈન સ્ક્રેમ્બલર તથા આવનારી નવી ટ્રાયમ્ફ સ્ક્રેમ્બલર 1200 બાઈક્સ સાથે થશે.