Missed Call કરીને બુક કરાવો એલપીજી સિલિન્ડર, આ કંપનીએ શરૂ કરી સુવિધા
નવા વર્ષમાં હવે એલપીજી બુક કરાવવા માટે લાંબી લાઈનની સાથે જ હવે કોલ કરવાની માથાકૂટથી પણ મુક્તિ મળી જશે. દેશની સૌથી મોટી તેલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલે આ વર્ષથી મિસ્ડ કોલ સુવિધાને શરૂ કરી છે
નવી દિલ્હી: નવા વર્ષમાં હવે એલપીજી બુક કરાવવા માટે લાંબી લાઈનની સાથે જ હવે કોલ કરવાની માથાકૂટથી પણ મુક્તિ મળી જશે. દેશની સૌથી મોટી તેલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલે આ વર્ષથી મિસ્ડ કોલ સુવિધાને શરૂ કરી છે. આ સર્વિસથી લોકોને ગેસના સિલિન્ડર બુક કરાવવા માટે માત્ર તેમના ફોનથી એક મિસ્ડ કોલ કરવાનો રહેશે.
આ પણ વાંચો:- 365 ના રિચાર્જમાં મળશે 1 વર્ષની વેલિડિટી, ફ્રી કોલિંગ અને સાથે સાથે રોજનો 2 GB ડેટા, 100 SMS
સમગ્ર દેશમાં શરૂ થશે સુવિધા
સમગ્ર દેશમાં આ સેવાને કંપનીએ શરૂ કરી છે. 8454955555 નંબર પર ગ્રાહકોએ તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી કોલ કરવાનો રહેશે. તેના માટે ગ્રાહકોએ કોઈ પ્રકારનો ચાર્જ આપવાનો રહેશે નહીં. આઇવીઆરએસ (ઇન્ટરેક્ટિવ વોઈસ રિસ્પોન્સ સિસ્ટમ) કોલ વ્યવસ્થામાં કોલની સામાન્ય વિલંબ થયા છે. ઈન્ડિયન ઓઇલ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ સુવિધા તે અને વૃદ્ધ લોકોને રાહત આપશે જેઓ આઈવીઆરએસ સિસ્ટમમાં પોતાને આરામદાયક ન લાગે.
આ પણ વાંચો:- ફાસ્ટેગ વિશે આટલું જાણી લો નહીં પડે તકલીફ
ભુવનેશ્વરથી થઈ શરૂઆત
પેટ્રોલિયમ મંત્રી ધરેમેન્દ્ર પ્રધાને ભુવનેશ્વરમાં આયોજિત એક કાર્યક્રમમાં મિસ્ડ કોલ સુવિધાની શરૂઆત કરી છે. તેમણે આ સમયે બીજા તબક્કાના વૈશ્વિક સ્તરન પ્રીમિયમ ગ્રેડનું પેટ્રોલ (ઓક્ટેન 100) પણ રજૂ કર્યું. તેમણે એ પણ કહ્યું કે, એલપીજીના મામલે દેશે લાંબી યાત્રા નક્કી કરી છે. એલપીજી કનેક્શન 2014ના પહેલા છ દાયકામાં લગભગ 13 કરોડ લોકોને ઉપલબ્ધ કરાવ્યા છે. આ આંકડો છેલ્લા 6 વર્ષમાં 30 કરોડ સુધી પહોંચી ગયો છે.
આ પણ વાંચો:- હવે ચપટીમાં બુક થઈ જશે ટ્રેનની ટિકિટ, જુઓ કેવી છે IRCTC ની નવી વેબસાઈટ
આ રીતે મળશે સુવિધાનો લાભ
આ મિસ્ડ કોલ સુવિધા માટે માત્ર તમારે એક જ કામ કરવાનું હેશે. રિફિલ બુકિંગ માટે ગ્રાહકોએ તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 8454955555 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. આ કર્યા બાદ તમને એક મેસેજથી આ વાતની જાણકારી મળશે કે તમારો સિલિન્ડર બુક થઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube