નવી દિલ્હી: શું તમને ખબર છે કે ભારતીય રેલવે મુસાફરોને પોતાની કન્ફર્મ રેલવે ટિકિટ બીજા મુસાફરને ટ્રાન્સફર કરવાની પણ સુવિધા આપે છે. રેલવેની અધિકૃત વેબસાઈટ indianrailways.gov.in પર આપવામાં આવેલી જાણકારી મુજબ જે વ્યક્તિની કન્ફર્મ ટિકિટ હોય તે આ ટિકિટ પોતાના પિતા, માતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, પતિ કે પત્નીને ટ્રાન્સફર કરી શકે છે. આ માટે મુસાફરે ટ્રેનના ઉપડવાના સમયના 24 કલાક પહેલા રિકવેસ્ટ નાખવાની હોય છે. આ રિકવેસ્ટ ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારે આપી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈઆરસીટીસીમાંથી બુક ઓનલાઈન ટિકિટ માટે મુસાફરે નજીકના રેલવે સ્ટેશને જવું પડશે. આ સાથે જ તેણે ઈ રિઝર્વેશન સ્લિપની પ્રિન્ટેડ કોપી પણ સાથે લઈ જવાની રહેશે અને તેના દ્વારા તે રિક્વેસ્ટ આપી શકશે. 


જાણો કેવી રીતે ટ્રાન્સફર થઈ શકે ટિકિટ


1.રેલવે ટિકિટ ટ્રાન્સફર કરવાની સુવિધા ફક્ત એક જ વાર માટે છે.
2. ભારતીય રેલવેના જણાવ્યાં મુજબ રેલ મુસાફરોના સમૂહમાં 10 લોકોથી વધુ ન હોવા જોઈએ. 
3. ટિકિટ કોઈ સરકારી કર્મચારીને પણ ટ્રાન્સફર કરી શકાય છે. 
4. ટિકિટ કોઈ વિશ્વવિદ્યાલય કે કોલેજના વિદ્યાર્થીને પણ ટ્રાન્સફર કરી શકાય. આ માટે પ્રિન્સિપાલે 48 કલાક પહેલા રિક્વેસ્ટ આપવી પડશે. 
5. જો તમે લગ્ન સમારોહમાં જઈ રહ્યાં હોય તો તે સમૂહના સભ્યોને પણ ટિકિટ ટ્રાન્સફર કરી શકાય છે. આ માટે પણ 48 કલાક પહેલા રિક્વેસ્ટ નાખવી પડશે. 
6. NCC કેડેટ પણ પરસ્પર ટિકિટ ટ્રાન્સફર કરાવી શકે છે. આ માટે સમૂહના હેડ દ્વારા 24 કલાક પહેલા રિક્વેસ્ટ નખાવી જોઈએ.