નવી દિલ્હી: કોરોના મહામારીના કારણે રેગ્યુલર ટ્રેનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો, તેના બદલે સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી હતી. પરંતુ હવે કોરોના કેસ કાબૂમાં છે અને સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં રેલ મંત્રાલયે એક મોટો નિર્ણય કરતા રેગ્યુલર ટ્રેનોને ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. જાણકારી મળી રહી છે કે થોડાક દિવસોની અંદર જ 1700થી વધુ ટ્રેનો, રેગ્યુલર ટ્રેનો તરીકે ફરીથી સંચાલિત કરી દેવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરીથી પાટા પર શરૂ થશે રેગ્યુલર ટ્રન
રેલ મંત્રાલય તરફથી જાહેર કરાયેલ સર્કુલરમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે હવે ફરીથી પ્રી કોવિડવાળા ભાડા શરૂ કરી દેવામાં આવ્યા છે. મતલબ કે અત્યાર સુધી જે સ્પેશિયલ ટ્રેનોમાં સ્પેશિયલ ભાડા વસૂલવામાં આવી રહ્યા હતા, હવે તેમાં ફેરફાર કરી નાંખવામાં આવશે અને ફરીથી મુસાફરો પાસેથી રેગ્યુલર ભાડા વસૂલવામાં આવશે. આ તમામ વાતો વચ્ચે હવે જનરલ ટિકીટવાળી સિસ્ટમ પણ ખતમ કરી નાંખવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે હવે માત્ર રિઝર્વ અને વેટિંગ ટિકીટવાળા મુસાફરોને જ યાત્રા કરવાની પરમિશન મળશે. જનરલ ક્લાસ સાથેની ટિકિટો અસ્તિત્વમાં રહેશે નહીં. એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે પહેલાથી જ બુક કરાયેલી ટ્રેન ટિકિટ પર કોઈ વધારાનું ભાડું લેવામાં આવશે નહીં, જ્યારે કોઈ પૈસા રિફંડ કરવામાં આવશે નહીં.


કોરોના વાયરસના કહેર વચ્ચે કેરળમાં મહાભયંકર નવા વાયરસે કહેર મચાવ્યો, ગાઈડલાઈન જાહેર


કોરોના કાળમાં પરિવર્તન આવ્યું
હવે રેલવેમાં ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે પરંતુ કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. દરેક નિયમનું ચુસ્તપણે પાલન જરૂરી છે અને જો નિયમ તોડવામાં આવશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે 25 માર્ચ 2020ના રોજ ટ્રેન સેવા અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી હતી. 166 વર્ષમાં આ પહેલીવાર બન્યું હતું, જ્યારે ટ્રેનનું સંચાલન બંધ થયું હતું. પરંતુ બાદમાં ગુડ્સ ટ્રેનો અને પછી લેબર ટ્રેનોને ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી. પછીથી વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો અને નિયમિત ટ્રેનોની સંખ્યામાં ફેરફાર કરવામાં આવ્યો. પરંતુ હવે દેશમાં ફરીથી કોવિડ પહેલાની સ્થિતિ પાછી આવી છે. સ્પેશિયલ ટ્રેનનો તબક્કો પણ ખતમ થઈ ગયો છે અને ભાડું પણ જુના જેવું જ ચૂકવવું પડશે.


600 વર્ષ પછી સર્જાશે મહાસંયોગ: આ તારીખે થશે સદીનું સૌથી લાંબુ ચંદ્ર ગ્રહણ!


1700 ટ્રેનોનું સંચાલન થયું હતું ઠપ
ગત વર્ષે કોરોનાના કેસ વધતાં માર્ચમાં લોકડાઉન જાહેર કરાયું હતું. આ અગાઉ જ ટ્રેનોનું સંચાલન રોકી દેવાયું હતું. તેની અસર લગભગ 1700 એક્સપ્રેસ ટ્રેન પડી હતી. પરંતું બાદમાં રેલવેએ ધીમે-ધીમે ટ્રેન સંચાલન શરૂ કર્યુ હતું પરંતુ તમામ ટ્રેન સંપૂર્ણ રિઝર્વ્ડની સાથે સ્પેશિયલના ટેગ સાથે દોડતી હતી. આ ટ્રેનમાં લગભગ 30 ટકા વધારાનું ભાડું લેવામાં આવતું હતું, જેનો બોજ સામાન્ય મુસાફરોનાં ખિસ્સા પર પડી રહ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube