Indian Railway: ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટની ઝંઝટમાંથી મળશે છૂટકારો, રેલવેએ શોધી કાઢ્યો રસ્તો
AI Module: રેલવે દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કરવામાં આવેલા ટ્રાયલથી મુસાફરોને ટિકિટ બુક કરાવતી વખતે વધુને વધુ કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા વધી ગઈ છે. હવે વેઈટિંગ લિસ્ટ ટૂંકુ થવાની સંભાવના છે.
Artificial Intelligence: રેલવે મુસાફરોને વેઈટલિસ્ટમાં ટિકિટ મેળવવાની સમસ્યા ટૂંક સમયમાં ભૂતકાળ બની જશે. ભારતીય રેલવે છેલ્લા બે વર્ષથી ટેક્નોલોજી દ્વારા આ સમસ્યાનો ઉકેલ શોધી રહી હતી. ટ્રાયલ બેઝ પર કરવામાં આવેલા પરિક્ષણના પરિણામો ખૂબ જ સકારાત્મક રહ્યા અને એવી શક્યતા છે કે આગામી દિવસોમાં વેઈટલિસ્ટમાં ટિકિટ મેળવતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે અને મોટાભાગના મુસાફરોને બુકિંગ સમયે કન્ફર્મ ટિકિટ મળશે. મતલબ, મોટાભાગના લોકોએ ચાર્ટ બહાર ન આવે ત્યાં સુધી રાહ જોવી નહીં પડશે. મતલબ કે હવે મોટાભાગના લોકોને છેલ્લી ક્ષણે ટિકિટ કન્ફર્મ ન થવાથી નિરાશાનો સામનો કરવો નહીં પડે.
કન્ફર્મ ટિકિટ આપવાનો ટ્રાયલ સફળ રહ્યો
ટ્રેનમાં મુસાફરી કરનારાઓ જ જાણે છે કે ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં હોય તો તેમને કેવા માનસિક ત્રાસનો સામનો કરવો પડે છે. પરંતુ, ભારતીય રેલવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા આ સમસ્યાનો ઉકેલ મેળવી રહી હોય તેવું લાગે છે. જો બધું શિડ્યૂલ મુજબ ચાલશે, તો વેઈટિંગમાં લેવામાં આવતી ટિકિટ ભૂતકાળની વાત બની જશે અને મોટાભાગના મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળી શકે છે. આ ખુશીનો અનુભવ ફક્ત તે જ લોકો કરી શકે છે, જેઓ વેઈટિંગ લિસ્ટથી પીડાતા હોય. આ AI-આધારિત પ્રોગ્રામ દ્વારા, પ્રથમ વખત, 200 ટ્રેનોમાં આ રીતે ટિકિટ આપવામાં આવી છે; અને મોટાભાગના લોકોને કન્ફર્મ ટિકિટ જ મળી હતી. જેના કારણે આ ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ ખૂબ જ ટૂંકું રહ્યું છે.
આ પણ વાંચો: દેશમાં પરણિત મહિલાઓના ત્રણ ગણા વધ્યા લફરા, ટોપમાં છે ગુજરાતના આ શહેર
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
આ પણ વાંચો: શું મહિલાઓના સ્વાસ્થ્ય માટે બ્રા પહેરવી છે જરૂરી? જાણો શું કહે છે એક્સપર્ટ
આઈડિયલ ટ્રેન પ્રોફાઈલ
આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડ્યુલ રેલવેની પોતાની સોફ્ટવેર ડેવલપમેન્ટ સંસ્થા સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ (CRIS) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેરને આઈડિયલ ટ્રેન પ્રોફાઇલ નામ આપવામાં આવ્યું છે. ઉપરોક્ત ટ્રેનોમાં, આ સિસ્ટમમાં સૌથી પહેલા ડેટા દાખલ કરવામાં આવ્યો હતો કે તેમાં કેટલા લાખ લોકોએ ટિકિટ બુક કરાવી હતી? કયા સ્ટેશનથી ક્યાં સુધી બુકિંગ થયું હતું? જ્યારે કન્ફર્મ ટિકિટ ઈશ્યુ ન થઈ શકી? મુસાફરીના કયા ભાગો વચ્ચે સીટ ખાલી હતી? છેલ્લા ત્રણ વર્ષનો આવો ડેટા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મોડ્યુલમાં ફીટ કરવામાં આવ્યો હતો.
ટિકિટ બુકિંગ માટે શા માટે જરૂરી છે?
જ્યારે રેલવે અધિકારીઓ નીતિ વિષયક મુદ્દાઓ પર ચર્ચા કરવા બેસે છે, ત્યારે તેમની સમક્ષ ચર્ચાનો મુદ્દો એ છે કે દરેક સેક્ટરમાં માંગ પ્રમાણે ટ્રેનોની સંખ્યા વધારવી વ્યવહારીક રીતે તે શક્ય નથી. પરંતુ, જો કોઈ મુસાફરને કન્ફર્મ ટ્રેન ટિકિટ ન મળે તો તે અન્ય વિકલ્પ પસંદ કરે છે. અંતર અને કિંમતના આધારે, તે ફ્લાઇટની ટિકિટ બુક કરે છે અથવા બાય રોડ જવાની ફરજ પડે છે. જ્યારે, તેની પ્રાથમિકતા માત્ર ટ્રેનમાં મુસાફરી કરવાની હોય છે. તેથી, હાલની સિસ્ટમમાં કન્ફર્મ ટિકિટ માટે વધુને વધુ મુસાફરો કેવી રીતે બુક કરી શકાય તેની જરૂરિયાત અનુભવાઈ હતી.
હવે વેઈટિંગ લિસ્ટ ટિકિટોની શું સ્થિતિ છે?
હવે, ટિકિટ બુક કરાવ્યા પછી, નિશ્ચિત સીટો ફુલ થઈ ગયા પછી, મુસાફરોને વેઇટલિસ્ટના નામે નંબર આપવામાં આવે છે. તેણે ટ્રેન ઉપડવાના 2 થી 4 કલાક પહેલા અંતિમ ચાર્ટ તૈયાર થવાની રાહ જોવી પડે છે. અચાનક ખબર પડે છે કે ટિકિટ કન્ફર્મ નથી અને પછી નિરાશા સિવાય કશું બચતું નથી. આ સ્થિતિ એટલા માટે બને છે કારણકે વિવિધ ક્વોટા અને અલગ-અલગ સ્ટેશનો માટે મોટી સંખ્યામાં બર્થ આરક્ષિત હોય છે. જ્યારે, વાસ્તવમાં તમામ ક્વોટાની બેઠકોનો ઉપયોગ થતો નથી. છેલ્લો ચાર્ટ બહાર આવે ત્યારે જ ખબર પડે છે કે ટિકિટ કન્ફર્મ છે કે નહીં. જો લાંબા-અંતરની ટ્રેનમાં 60 હોલ્ટ સ્ટેશન હોય, તો પહેલા અને છેલ્લા રેલવે સ્ટેશન વચ્ચે 1,800 ટિકિટ કોમ્બિનેશનની સંભાવના રહેલી છે. જો માત્ર 10 હોલ્ટ્સ હોય તો આ સંખ્યા 45 થઈ શકે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સંભવિત ટિકિટ સંયોજન સમગ્ર ભારતીય રેલ્વેમાં લગભગ એક અબજ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમને જણાવે છે કે કેવી રીતે અને કયા સેક્ટરમાં મુસાફરોને વધુમાં વધુ કન્ફર્મ ટિકિટ આપી શકાય.
આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ રીતે કરો ચેક
આ પણ વાંચો: આ પાંચ દિવસે ના બનાવો ઘરમાં રોટલી, રિસાઇ જશે અન્નપૂર્ણાદેવી
આદર્શ ટ્રેન પ્રોફાઇલ સાથે શું થશે?
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટિકિટ બુકિંગની સમગ્ર પ્રક્રિયાને ઓટોમેશન પર મૂકશે. એટલે કે, તે અગાઉની માંગના આધારે નક્કી કરશે કે કોઈપણ ક્વોટાની ખાલી બેઠકોનો વધુ સારી રીતે ઉપયોગ કેવી રીતે કરી શકાય. રેલવે આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, જે પીક સીઝન દરમિયાન દર વખતે કન્ફર્મ ટિકિટની માંગનો સામનો કરે છે. સંભવ છે કે આગામી ઉનાળાની રજાઓમાં આનાથી રેલવેને ખાલી બેઠકોમાંથી પણ મુક્તિ મળશે અને મુસાફરોને છેલ્લી ઘડીએ કન્ફર્મ ટિકિટ ન મળવાની નિરાશામાંથી પણ છુટકારો મળશે.
આ પણ વાંચો: Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી
આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: 'એન્ટીલિયા' છોડો, અનિલ અંબાણી 'મહેલ' જેવું મકાન જોશો તો જોતા રહી જશો!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube