Indian Railway: કોરોના મહામારી જે રીતે વિકરાળ બની રહી છે તે જોતા ભારતીય રેલવેએ વધુ એક મોટો નિર્ણય લીધો છે. જે મુજબ અનેક સ્ટેશનો પર તત્કાળ પ્રભાવથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ રોકવામાં આવ્યું છે. રેલવેએ આ પગલું કોરોનાના ઝડપથી વધતા કેસ વચ્ચે સ્ટેશન પર ભીડભાડને કંટ્રોલ કરવા માટે લીધો છે. ANI ના જણાવ્યાં મુજબ સેન્ટ્રલ રેલવેના લોકમાન્ય તિલક ટર્મિનલ, કલ્યાણ, થાણા, દાદર, પનવેલ, છત્રપતિ શિવાજી ટર્મિનસ પર 9 એપ્રિલથી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર રોક લગાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના કારણે તેજસ ફરી  કેન્સલ
આ અગાઉ ભારતીય રેલવેએ ટ્રેન નંબર 82501 /82502 લખનઉ-નવી દિલ્હી- લખનઉ તેજસ એક્સપ્રેસની સેવાઓને 9 એપ્રિલથી આગામી આદેશ સુધી કેન્સલ કરી છે. તેજ એક્સપ્રેસ દેશની પહેલી કોર્પોરેટ ટ્રેન તરીકે ઓળખાય છે. આ ટ્રેનને IRCTC તરફથી દોડાવવામાં આવે છે. 


PHOTOS: મંચ પર થયેલા તાયફાથી દુનિયા થઈ હતી સ્તબ્ધ, મિસિસ વર્લ્ડની આખરે પોલીસે કરી ધરપકડ

Shocking! ચીનની વુહાન લેબમાં કોરોનાથી પણ ખતરનાક વાયરસ, ચોખા-કપાસથી થયો ચોંકાવનારો ખુલાસો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube