IRCTC Booking Update: ભારતીય રેલવે યાત્રીઓની સુવિધા માટે અવારનવાર ઘણા ફેરફાર કરતી રહે છે. એવામાં ફરી એકવાર ભારતીય રેલવે નવું અપડેટ લઈને આવ્યું છે. નવી જાણકારી અનુસાર હવે IRCTC ટિકિટ બુકિંગના સમયે યાત્રીયો પાસે PAN, આધાર અથવા પાસપોર્ટની જાણકારી માંગી શકે છે. રેલવે ટિકિટના દલાલોને ટિકિટ બુકિંગની સિસ્ટમમાંથી બહાર કરવા માટે આ પગલું ઉઠાવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IRCTC નવી સિસ્ટમ પર ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યું છે. એટલે કે, જો તમે હવે ટિકિટ બુક કરવા જઇ રહ્યા છો, તો તમારે તમારી IRCTC આઈડીને તમારા આધાર અને પાનકાર્ડ સાથે લિંક કરવી પડશે. જ્યારે તમે વેબસાઇટ દ્વારા અથવા એપ્લિકેશન દ્વારા ટ્રેનની ટિકિટ બુક કરવા માટે લોગ ઇન કરો છો, ત્યારે તમને આધાર નંબર, પાન નંબર અથવા પાસપોર્ટ નંબર માટે પૂછવામાં આવશે.


આ પણ વાંચો:- Zomato નો IPO ઓ આવતીકાલથી ખુલશે, કમાણીની મોટી તક! પૈસા લગાવતા પહેલાં આટલું જાણી લો...


સહયોગી વેબસાઇટ ZEE News ના જણાવ્યા અનુસાર, રેલવે પ્રોટેક્શન ફોર્સના ડાયરેક્ટર જનરલ, અરૂણ કુમારે જણાવ્યું હતું કે IRCTC ઓળખ દસ્તાવેજોને જોડવાની યોજના પર કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે બનાવટી વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી માનવ બુદ્ધિ પર આધારિત છે. પરંતુ તેની બહુ અસર થઈ ન હતી.


આ પણ વાંચો:- ફરી વધ્યા કપાસિયા તેલ અને સિંગતેલના ભાવ, આ છે આજની લેટેસ્ટ પ્રાઈઝ


તેથી જ અમે આધાર, પાન અને પાસપોર્ટ જેવા અન્ય દસ્તાવેજોને ટિકિટ સાથે જોડવાનું નક્કી કર્યું છે. આની સાથે ટિકિટ બુકિંગ દરમિયાન છેતરપિંડીથી બચી શકાય છે. મળતી માહિતી પ્રમાણે ટિકિટ બુકિંગની નવી સિસ્ટમ લગભગ તૈયાર થઈ ગઈ છે. જલદી સિસ્ટમ કામ કરવા માટે તૈયાર થઈ જશે, તેનો અમલ કરવામાં આવશે અને તેનો ઉપયોગ શરૂ કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube