નવી દિલ્હી: રોજગારની રાહ જોઇ રહેલા લાખો યુવાનો માટે આ ખુશખબરી છે. ભારતીય રેલવે ટૂંક સમયમાં 2.98 લાખ જગ્યા ભરવા જઇ રહી છે. બુધવારે લોકસભામાં બોલતાં રેલવેમંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે 1 જૂન 2019 સુધી રેલવેમાં 2.98 લાખ જગ્યા ખાલી છે. જેને ભરવામાં આવશે. તેમણે એ પણ કહ્યું કે એક દાયકામાં રેલવેમાં 4.61 લાખ લોકોને નોકરી મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1991માં રેલવે કર્મચારીઓની કુલ સંખ્યા 1654985 હતી, હવે 2019માં આ સંખ્યા 1248101 છે. કર્મચારીઓની સંખ્યા ચાર ટકા ઘટી ગઇ છે, તેમછતાં રેલવે ઓપરેટિંગમાં કોઇ સમસ્યા આવી નથી. લેખિત જવાબમાં પીયૂષ ગોયલે કહ્યું કે રેલવે રિક્રૂમેંટ બોર્ડ (RRB) અને રેલવે રિક્રૂટમેંટ સેલ્સ  (RRCs) દ્વારા આ ખાલી સીટોને ભરવામાં આવશે. લેખિત જવાબ અનુસાર કેટેગરી A, B, C અને D માં લગભગ 298574 સીટો ખાલી છે.  


તમને જણાવી દઇએ કે  નાણાકીય વર્ષ (2018-19) માં 1.5 લાખ ખાલી જગ્યા ભરવા માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નાણાકીય વર્ષમાં બાકી 1.4 લાખ પદોને જલદીથી જલદી ભરવામાં આવશે. હવે જેટલી પણ વેકેન્સી નિકળશે તેમાં EWS કોટાનો ફાયદો મળશે.