Indian Railways નો નવો નિયમ! હવે ટ્રેનમાં ટિકિટ બુક કરતી વખતે આ કોડનું ખાસ ધ્યાન રાખો, નહીં તો સીટ મેળવવામાં મુશ્કેલી પડશે
Indian Railways New Rules: જો તમે ટ્રેનથી મુસાફરી કરતા હોવ તો તમારા માટે કામના સમાચાર છે.
નવી દિલ્હી: Indian Railways New Rules: જો તમે ટ્રેનથી મુસાફરી કરતા હોવ તો તમારા માટે કામના સમાચાર છે. હવે ટ્રેનની ટિકિટ બુક કરતા પહેલા તમારે કેટલાક ખાસ કોડનું ધ્યાન રાખવું પડશે નહીં તો તમને સીટ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. ઈન્ડિયન રેલવેએ સીટોના બુકિંગ કોડ અને કોચ કોડના નિયમમાં ફેરફાર કર્યો છે. રેલવેએ પોતાના નવા નિયમ હેઠળ ટ્રેનોમાં નવા પ્રકારના કોચની શરૂઆત કરી છે. હવે આ કોડ દ્વારા પેસેન્જર્સ ટિકિટ બુક કરતી વખતે પોતાની પસંદગીની સીટ મેળવી શકે છે.
ટિકિટ બુક કરતી વખતે આ કોડનું ધ્યાન રાખો
નોંધનીય છે કે રેલવે અનેક એકસ્ટ્રા કોચની શરૂઆત કરવા જઈ રહ્યું છે. જેમાં AC-3 ટિયરના ઈકોનોમી ક્લાસ પણ સામેલ છે. અત્રે જણાવવાનું કે આ પ્રકારના કોચમાં 83 બર્થ હશે. અત્યાર સુધી ઈકોનોમી ક્લાસના આ થર્ડ એસી કોચમાં સીટ બુકિંગ માટે ભાડું નક્કી કરાયું નથી.
ખુબ જ ખાસ છે વિસ્ટાડોમ કોચ
વાત જાણે એમ છે કે ટુરિઝમને ધ્યાનમાં રાખીને રેલવે આ પ્રકારના કોચ રજુ કરી રહ્યું છે. વિસ્ટાડોમ કોચની સૌથી મોટી ખાસિયત એ છે કે મુસાફરો ટ્રેનની અંદર બેસીને જ બહારના નજારા જોઈ શકે છે. આ કોચની છત પણ કાચની હશે. રેલવે લગભગ દરેક રાજ્યમાં આવી ઓછામાં ઓછી એક એસી ટ્રેન દોડાવશે. હાલ આ વિસ્ટાડોમ કોચ મુંબઈના દાદરથી લઈને ગોવાના મડગાવ સુધી દોડે છે.
કેવી રીતે થશે બુકિંગ?
આ તમામ કેટેગરીના કોચ અને સીટોના કોડ અંગે તમામ ઝોનના પ્રિન્સિપાલ ઓફ કોમર્શિયલ મેનેજર્સને નોટિફિકેશન મોકલાઈ ચૂક્યું છે. જે હેઠળ થર્ડક્લાસ ઈકોનોમી કોચનો બુકિંગ કોડ 3E હશે અને કોચનો કોડ M હશે. આ પ્રકારના વિસ્ટાડોમ એસી કોચનો કોડ EV રાખવામાં આવ્યો છે. આવો જાણીએ કયા કોચનો બુકિંગ કોડ શું છે.
નવા બુકિંગ કોડ અને કોચ કોડ
કોચ ક્લાસ બુકિંગ કોડ કોચ કોડ
વિસ્ટાડોમ V.S. AC DV
સ્લીપર S.L. S
એસી ચેરકાર C.C C
થર્ડ એસી 3A B
એસી થ્રી ટાયર ઈકોનોમી 3E M
સેકન્ડ એસી 2A A
ગરીબ રથ ચેરકાર 3A G
ફર્સ્ટ એસી 1A H
એક્ઝીક્યુટિવ ક્લાસ E.C E
અનુભૂતિ ક્લાસ E.A K
ફર્સ્ટ ક્લાસ F.C F
વિસ્ટાડોમ એસી E.V E.V
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube