નવી દિલ્હી: ભારતીય રેલવેએ AC-3 ઇકોનોમી ક્લાસનું ભાડું ફરી સસ્તું કર્યું છે. એસી-3ની સરખામણીએ એસી-3 ઇકોનોમી ક્લાસનું ભાડું હવે છથી સાત ટકા ઓછું હશે. આ સાથે બેડિંગ રોલની વ્યવસ્થા પહેલાની જેમ જ લાગુ પડશે. આ નિર્ણય બુધવારથી લાગુ થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા ક્રમમાં ઈકોનોમી ક્લાસ સીટનું ભાડું ઘટાડ્યું:
રેલવે બોર્ડના પરિપત્ર મુજબ જૂની સિસ્ટમને ફરી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય હેઠળ જે મુસાફરોએ ઓનલાઈન અને ઓવર ધ કાઉન્ટર ટિકિટ બુક કરાવી છે તેમને પ્રી-બુક કરેલી ટિકિટ માટે વધારાની રકમનું રિફંડ આપવામાં આવશે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર નવા આદેશમાં ઈકોનોમી ક્લાસ સીટનું આ ભાડું સામાન્ય એસી-3થી ઓછું કરી દેવામાં આવ્યું છે.


ગયા વર્ષે રેલવે બોર્ડે એક પરિપત્ર બહાર પાડ્યો હતો:
ગયા વર્ષે રેલ્વે બોર્ડે એક પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં એસી-3 ઇકોનોમી કોચ અને એસી-3 કોચનું ભાડું એકસમાન કરવામાં આવ્યું હતું. નવા પરિપત્ર મુજબ ભાડામાં ઘટાડા સિવાય, ઇકોનોમી કોચમાં ધાબળા અને ચાદર આપવાની સિસ્ટમ પહેલાની જેમ જ લાગુ રહેશે.


ઈકોનોમી ક્લાસમાં 80 બર્થ હોય છે:
વાસ્તવમાં ઇકોનોમી એસી-3 કોચ સસ્તી એર કંડિશનર રેલ મુસાફરી સેવા છે. ઇકોનોમી એસી-3 કોચ સ્લીપર ક્લાસના મુસાફરોને 'શ્રેષ્ઠ અને સસ્તી એસી મુસાફરી' પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. આ કોચનું ભાડું સામાન્ય AC-3 સેવા કરતાં 6-7 ટકા ઓછું રહે છે. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર AC 3 કોચમાં બર્થની સંખ્યા 72 હોય છે. જ્યારે AC 3 ઇકોનોમીમાં બર્થની સંખ્યા 80 હોય છે. આવું એટલા માટે શક્ય છે,  કારણ કે AC-3 ઇકોનોમી કોચની બર્થ પહોળાઈ AC-3 કોચની સરખામણીમાં થોડી ઓછી છે.


ભાડામાં ઘટાડો એ પણ નફાકારક સોદો છે:
ભાડું ઓછું કરવું તે પણ નફાનો સોદો છે. આ જ કારણ છે કે ઈકોનોમી એસી-3 કોચના કારણે રેલવેને પહેલા વર્ષમાં 231 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. આંકડાના જણાવ્યા પ્રમાણે માત્ર એપ્રિલ-ઓગસ્ટ 2022 દરમિયાન આ ઈકોનોમી કોચમાં 15 લાખ લોકોએ મુસાફરી કરી હતી. તેનાથી રેલવેને 177 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. તેનાથી સ્પષ્ટ થાય છે કે આ કોચની શરૂઆતથી સામાન્ય એસી-3 વર્ગની કમાણી પર કોઈ અસર થઈ નથી.