નવી દિલ્હી: મુસાફરોની સુવિધા માટે રેલવે તરફથી તત્કાલ ટિકિટ બુકિંગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અગાઉ પણ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) મુસાફરોને સુવિધા આપવાની દિશામાં અનેક પગલાં લીધા છે. મુસાફરો સામાન્ય રીતે છેલ્લી ઘડીએ જ્યારે ક્યાંક જવાનો કાર્યક્રમ બને ત્યારે તત્કાલ બુકિંગ કરાવતા હોય છે. મુસાફરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન રેલવેએ તત્કાલ ટિકિટની ઓનલાઈન બુકિંગમાં કેટલાક ફેરફાર કર્યા છે. જો તમે વારંવાર ટ્રેનમાં મુસાફરી કરતા હોવ તો આ નિયમો તમારા માટે જાણવા ખુબ જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસી તત્કાલ બુકિંગ 10 વાગ્યાથી
અત્રે જણાવવાનું કે એસી તત્કાલ ટિકિટ બુકિંગ સવારે 10 વાગ્યાથી શરૂ થાય છે. જ્યારે નોન એસી માટે તત્કાલ બુકિંગનો સમય સવારે 11 વાગ્યાથી શરૂ થાય છે. તમારે જે તારીખે મુસાફરી કરવાની હોય, તેના એક દિવસ પહેલા તત્કાલ ટિકિટ બુક કરાવવાની હોય છે. આવામાં જો રેલવે તરફથી છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર કરવામાં આવ્યો હોય તો તમે કેટલીક શરતોને આધીન થઈને તમારી ટિકિટની પૂરેપૂરી રકમ પાછો મેળવવા માટે ક્લેમ કરી શકો છો.


તત્કાલ ટિકિટ બુકિંગના નિયમ


  • રેલવેના નિયમો મુજબ જો ટ્રેન 3 કલાકથી વધુ લેટ થાય તો મુસાફરો ટિકિટની રકમ અને તત્કાલ ભાડાની પૂરેપૂરી  રકમ ક્લેમ કરી શકે છે.

  • બીજા નિયમમાં મુસાફરોને એ સુવિધા છે કે ટ્રેન નિર્ધારિત રૂટથી અલગ કોઈ રૂટથી જાય અને મુસાફર તે રૂટથી મુસાફરી કરવા ન ઈચ્છતો હોય તો પણ તમે ટિકિટની રકમ માટે ક્લેમ કરી શકો છો.

  • જો મુસાફર લોઅર ક્લાસમાં સફર કરવા ન માંગે તો પણ તે ફૂલ રિફન્ડ માટે ક્લેમ કરી શકે છે.

  • રેલવેની ઓફિશિયલ વેબસાઈટ પરથી મળેલી જાણકારી મુજબ તત્કાલ ટિકિટનો બુકિંગ સમય આઈડી પ્રુફ દેખાડવાની જરૂર નથી. મુસાફરોએ મુસાફરી દરમિયાન એક આઈડી પ્રુફ સાથે રાખવાનું હોય છે.


આ અગાઉ રેલવેના એવા સમાચાર આવ્યા હતાં કે જલદી હાઈ સ્પીડ પ્રીમીયમ ટ્રેન શતાબ્દી એક્સપ્રેસને રિપ્લેસ કરી શકાય છે. તેની જગ્યાએ રેલવે તરફથી સેમી હાઈ સ્પીડ ટ્રેન ટ્રેન 18 દોડાવવામાં આવશે. ટ્રેન 18 નામથી આવનારી નવી રેલગાડીની ઝડપ 160 કિમી પ્રતિ કલાક હશે અને તેમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ટ્રેનને ચેન્નાઈની ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી (ICF)એ તૈયાર કરી છે.