નવી દિલ્હીઃ Indian Railways Data Leak: ભારતીય રેલવેના 3 કરોડ યુઝર્સનો ડેટા લીક થયો છે. આ ડેટા ડાર્ક વેબ પર વેચાઈ રહ્યો છે. તેમાં યુઝરનું નામ, ઉંમર, રાજ્ય, મોબાઈલ નંબર, ઈમેલ અને અન્ય વિગતો સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ટરનેટમાં ડાર્ક વેબ પર કરોડો ભારતીય યુઝર્સનો ડેટા વેચાઈ રહ્યો છે. આ ડેટા ભારતીય રેલ્વે સાથે જોડાયેલો છે. રેલવે દ્વારા આ ડેટા લીકની સત્તાવાર માહિતી આપવામાં આવી છે. રેલ્વે બોર્ડે CERT-In ને રેલ્વે મુસાફરોના ડેટા લીક થવાની સંભાવના અંગે ચેતવણી મોકલી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે ડેટા લીકના નમૂના ડાર્ક વેબ પર હાજર છે.


આ ડેટાની મુખ્ય પેટર્ન IRCTCના APIની હિસ્ટ્રી સાથે મેળ ખાતી નથી. એટલે આ ડેટા IRCTC સર્વરમાંથી લીક થયો નથી. તે જ સમયે IRCTCના વ્યવસાયિક ભાગીદારોને આ ડેટા લીકની તાત્કાલિક તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે.


IRCTC આ મામલે વધુ તપાસ કરી રહી છે. અહેવાલો અનુસાર, ભારતીય રેલવેના 3 કરોડથી વધુ વપરાશકર્તાઓનો ડેટા ડાર્ક વેબ પર વેચવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચોઃ આ પોલિસીમાં કરશો રોકાણ તો મળશે ડબલ લાભ, ઈન્સ્યોરન્સ સાથે કરી શકશો કમાણી


યુઝર ડેટા 500 રૂપિયાથી ઓછી કિંમતમાં વેચાઈ રહ્યો છે
તમારો ડેટા 490 રૂપિયામાં વેચાઈ રહ્યો છે? ભારતીય યુઝર્સના ડેટાની બોલી લગાવવામાં આવી રહી છે. વેચનારની ઓળખ વિશે કોઈ માહિતી નથી. હેકર્સના ફોરમ પર યુઝર્સના રેકોર્ડ વેચવામાં આવી રહ્યા છે. લીક થયેલા ડેટાને ખરીદવા અને વેચવા માટે સાયબર અપરાધીઓ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે.


3 કરોડ યુઝર્સના ડેટા વેચનાર વ્યક્તિનું નામ શેડોહેકર છે, જે ડેટાનો સેમ્પલ પણ આપી રહ્યો છે. કોઈપણ વ્યક્તિ ડેટા ખરીદતા પહેલા સેમ્પલ ડેટા ચકાસી શકે છે.


નામ-નંબર બધું જ શામેલ છે
વિક્રેતા આ ડેટા ટેક્સ્ટ ફોર્મેટમાં આપી રહ્યા છે. 3 કરોડ યુઝર્સનો ડેટા બે ભાગમાં છે. એકમાં યુઝર્સની અંગત વિગતો અને બીજામાં ટિકિટ બુકિંગનો ડેટા હાજર છે. પ્રથમ ભાગમાં વપરાશકર્તાનું નામ, ઇમેઇલ, ફોન નંબર, વય, શહેર, રાજ્ય અને ભાષા સુધીની વિગતો શામેલ છે.


જ્યારે બુકિંગ ડેટામાં મુસાફરનું નામ, મોબાઈલ નંબર, ટ્રેન નંબર, મુસાફરીની વિગતો, ઈન્વોઈસ પીડીએફ અને અન્ય વિગતો હાજર છે. રિપોર્ટ્સ અનુસાર હેકર્સ દ્વારા શેર કરવામાં આવેલા સેમ્પલ સાચા હોવાનું જાણવા મળ્યું છે.


આ પણ વાંચોઃ જૂની ગાડીઓની લે-વેચ મામલે સરકારનો મોટો નિર્ણય, 1 એપ્રિલથી બદલાઈ જશે આ નિયમો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube