નવી દિલ્હી: ભારતીય રેલવે(Indian Railway)ની તરફથી મુસાફરોની સુવિધાઓ પર સતત ધ્યાન આપી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, રેલવેની તરફથી દિવ્યાંગ યાત્રિઓને પહેલાથી જ ભાડમાં રાહત આપવામાં આવી રહી છે. પરંતુ હવે યાત્રિઓને ટ્રેનની અંદર પણ ખાસ સુવિધાઓ આપવાની યોજના પર કામ કરી રહ્યા છે. રેલવે એ દિવ્યાંગોવને ધ્યાને રાખીને એલએચબી કોચની વિષેશતા પર કામ કરી રહ્યા છે. આનાથી દિવ્યાંગોની મુસાફરી આરામદાયક થઇ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવ્યાંગો માટે થશે વિશેષ વ્યવસ્થાઓ 
સહયોગી વેબસાઇટ જીબિજ અનુસાર રેલવેની ઇન્ટીગ્રલ કોચ ફેક્ટ્રીએ એલએચબી કોચમાં દિવ્યાંગો માટે આલગ વ્યવસ્થા કરી છે. ખાસ કરીને ડબ્બાઓમાં દિવ્યાંગોની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને સીટોની ડિઝાઇન કરવામાં આવી છે. આ સિવાય પણ સીટો માટે વઘારે જગ્યાઓ પણ આપવામાં આવી છે. જેનાથી યાત્રા પણ આરામદાયક રહેશે. અને આ સિવાય દિવ્યાંગોને ધ્યાને રાખીને કોચમાં શૌચાલયને પણ ખાસ રીતે બનાવામાં આવી છે. આ શૌચાલયોમાં પણ દિવ્યાંગો માટે અલગ પ્રકારના હેન્ડલ લગાવામાં આવ્યા છે. 



અત્યારે રાજધાની અને શતાબ્દીમાં એલએચબી કોચ 
અત્યારે એલએચબી કોચ રાજધાની અને શતાબ્દી ટ્રેનમાં લગાવવામાં આવ્યા છે. મેલ અને એક્સપ્રેસ રેલમાં પણ ધીરે ધીરે પારંપરિક ડબ્બાઓને હટાવીને એલએચબી ડબ્બા લગાવામાં આવશે. આવનારા દિવસોમાં દિવ્યાંગો માટે રેલ યાત્રા એકદમ આરામદાયક થઇ જશે, માત્રા ડબ્બાઓને વિકાસસિત કરવામાં જ આઇસીએફને 3.7 કરોડ રૂપિયાનો ખર્ચો કરવો પડ્યો હતો.



દિવ્યાંગોમાં માટે રેલવેમાં ખાસ વ્યવસ્થા કરવાથી રેલવેની હાલની સીટોમાં કોઇ પણ પ્રકારની છેડછાડ કરવામાં નથી આવી. આઇસીએફ તરફથી વહેલી તકે આ પ્રકારના ખાસ ડબ્બાઓ દક્ષિણ રેલવેમાં પણ મોકવામાં આવશે. જેમાં સામાન્ય માણસોની જરૂરિયાત અનુસાર તેમાં ફેરફાર કરવામાં આવશે.