Indian Railways: IRCTC ની સાથે કરો ચાર ધામ યાત્રા, 12 દિવસના પેકેજમાં મળશે ખાસ સુવિધા
Indian Railways: ઈન્ડિયન રેલવેએ શ્રદ્ધાળુઓ માટે ચાર ધામ પેકેજ રજૂ કર્યું છે, જ્યાં શ્રદ્ધાળુઓને 12 દિવસમાં દેશના વિવિધ ભાગમાં ફરવાની તક મળશે.
નવી દિલ્હીઃ ભારતીય રેલવે પોતાના યાત્રીકો માટે સમય-સમય પર ઘણા સારા ટ્રાવેલ પેકેજ લાવતી રહે છે, જેમાં સસ્તા ભાવમાં યાત્રી દેશના વિવિધ ભાગની યાત્રા કરી શકે છે. તેવામાં ઈન્ડિયન રેલવેએ ચાર ધામ યાત્રા માટે પેકેજ લોન્ચ કર્યું છે. જેમાં શ્રદ્ધાળુઓને 12 દિવસમાં દેશના ઘણા ધાર્મિક સ્થળોની યાત્રાની તક મળશે.
શું છે ચાર ધામ યાત્રા પેકેજ
આઈઆરસીટીસીની સત્તાવાર વેબસાઇટ અનુસાર ચાર ધામ યાત્રામાં શ્રદ્ધાળુઓને હરિદ્વાર, યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, ઋષિકેશ વગેરે ફરવાની તક મળશે. આ 12 દિવસ અને 11 રાતવાળા પેકેજની શરૂઆતી કિંમત 58900 રૂપિયાથી શરૂ થાય છે.
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો નવી કિંમત
કેન્સલેશન પોલિસી
IRCTC ના ચાર ધામ યાત્રામાં જો તમે બુકિંગ કેન્સલ કરાવવા ઈચ્છો છો તો ટૂરના 21 દિવસ પહેલા બુકિન કેન્સલ કરાવવા પર તમારે 30 ટકા ચાર્જ આપવો પડશે. જો તમે 21થી 15 દિવસ વચ્ચે બુકિંગ કેન્સલ કરાવો તો 55 ટકા અને 14થી 8 દિવસ વચ્ચે બુકિંગ કેન્સલ કરાવો તો 80 ટકા ચાર્જ આપવો પડશે. તો 7 દિવસ કે તેનાથી ઓછા સમયમાં બુકિંગ રદ્દ કરાવો તો તમને કોઈ રિફન્ડ મળશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube