ઈન્ડિયન રેલવે કરોડો મુસાફરોને આપી રહી છે સૌથી મોટી ભેટ, ટ્રેન અને રેલવે સ્ટેશનમાં તત્કાલ આપવામાં આવી રહી છે આ સુવિધા
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આવનારા વર્ષોમાં દેશને રેલવેનું એક નવું સ્વરૂપ જોવા મળશે. તે અંતર્ગત રેલવેએ મોટી જાણકારી કરોડો મુસાફરોની સાથે શેર કરી છે.
નવી દિલ્લી: રેલવે સ્ટેશન પર મેડિકલ સુવિધા આપવા અંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ષવે શુક્રવારે રાજ્યસભામાં જાણકારી આપતાં કહ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા રેલવે સ્ટેશન અને ટ્રેનમાં આપવામાં આવતી મેડિકલ સુવિધા આપવાની આવશ્યકતા અને મર્યાદાની તપાસનું કામ પૂરું થઈ ગયું છે. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે રેલવે મંત્રાલયે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એટલે એઈમ્સ, નવી દિલ્લીના એક્સપર્ટ્સની કમિટી બનાવી હતી.
એઈમ્સ કમિટીની ભલામણ:
આ સમિતિએ દેશના બધા રેલવે સ્ટેશન અને મુસાફરોને લઈ જનારી ટ્રેનમાં મેડિકલ બોક્સની જોગવાઈની ભલામણ કરી છે. તે અંતર્ગત ઓન બોર્ડના રૂપમાં કે નજીક ઉપલબ્ધ ડોક્ટરના માધ્યમથી મેડિકલ સુવિધાની જોગવાઈની સાથે સાથે બોર્ડ અને રેલવે સ્ટેશનના બધા કર્મચારીઓ માટે ફરજિયાત પ્રાથમિક મેડિકલ ટ્રેઈનિંગ આપવામાં આવશે.
આ પણ વાંચોઃ દોડો..દોડો...આ મહિલાઓને વિના વ્યાજે મળે છે લોન, ઇચ્છા હોય તો ચૂકવો નહીંતર કંઇ નહી
બોક્સ આપવા માટેના નિર્દેશ:
વિશેષજ્ઞોની સમિતિની ભલામણના આધારે બધા રેલવે સ્ટેશન અને મુસાફરોની લઈ જનારી ટ્રેનમાં જીવન રક્ષક દવાઓ, ઉપકરણો, ઓક્સિજન સિલિન્ડર વગેરેથી યુક્ત એક મેડિકલ બોક્સ ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ જાહેર કર્યા છે. ફ્રન્ટ લાઈન સ્ટાફ એટલે ટ્રેન ટિકીટ પરીક્ષક, ટ્રેન ગાર્ડ અને અધિકારી, સ્ટેશન માસ્ટર વગેરેને પ્રાથમિક મેડિકલ સુવિધાઓ આપવા માટે ટ્રેનિંગ આપવા માટે આવે છે. આવા કર્મચારીઓ માટે નિયમિત પુનશ્વર્યા પાઠ્યપુ્સ્તક તૈયાર કરવામાં આવ્યું છે. બધા રેલવે સ્ટેશન પર નજીકની હોસ્પિટલ અને ડોક્ટરોની યાદી તેમના સંપર્ક નંબરની સાથે ઉપલબ્ધ છે. રેલવે, રાજ્ય સરકાર કે ખાનગી હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ સેવા આપતી એ્મ્બ્યુલન્સ સેવાઓનો ઉપયોગ ઈજાગ્રસ્ત, બીમાર મુસાફરોને હોસ્પિટલ કે ડોક્ટરના ક્લિનિક સુધી પહોંચાડવા માટે કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube