નવી દિલ્હી: રેલવે સ્ટેશનો અને ટ્રેનના ડબ્બામાં ખાલી પડેલી પ્લાસ્ટીકની બોટલો હવે ટૂંક સમયમાં ભૂતકાળ બની જશે, કારણ કે રેલવે, પાણીની આ ખાલી પ્લાસ્ટિકની બોટલોથી ટી-શર્ટ અને ટોપી બનાવી રહી છે. તેના માટે બોટલોને એકઠી કરવાનો રેલવેએ અનોખી રીત શોધી કાઢી છે. પ્લાસ્ટિકની બોટલોને જમા કરાવનારને પ્રતિ બોટલ માટે 5 રૂપિયા આપશે. આ પગલાંથી પર્યાવરણને સંરક્ષિત કરવામાં પણ મદદ મળશે. પૂર્વ મધ્ય રેલવેના ચાર સ્ટેશનો પટના જંકશન, રાજેંદ્વનગર, પટના સાહિબ અને દાનાપુર સ્ટેશન પર રિવર્સ વેંડિંગ મશીન લગાવવામાં આવ્યું છે, જેમાં  પાણીની બોટલોને ક્રશ કરી તેના વડે ટી-શર્ટ  અને ટોપી બનાવવામાં આવી રહી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે જીએસટી કાઉન્સિલની બેઠક, ઇલેક્ટ્રિક વાહનો મામલે લેવાઈ શકે છે મોટો નિર્ણય


ટી-શર્ટ બનાવવા માટે મુંબઇની કંપની સાથે કરાર
પૂર્વ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (સીપીઆરઓ) રાજેશ કુમારે કહ્યું કે રેલવે સ્ટેશનો પર બેકાર પડી રહેનાર ખાલી પાણીની પ્લાસ્ટિક બોટલો વડે પૂર્વ મધ્ય રેલવે હવે ટી-શર્ટ બનાવી રહી છે. રેલવે સ્ટેશનો પર લગાવવામાં આવેલા ક્રશર મશીન વડે પ્લાસ્ટિક ટી-શર્ટ બનાવવા માટે હશે. તેમણે કહ્યું કે આ ટી-શર્ટ દરેક સીઝનમાં પહેરવા લાયક હશે. ટી-શર્ટ બનાવવા માટે રેલવેની મુંબઇની એક કંપની સાથે કરાર કર્યો છે. ટૂંક સમયમાં આ પ્લાસ્ટિક બોટલો વડે ટી-શર્ટ બજારમાં લોકો માટે ઉપલબ્ધ હશે. 

12 દિવસ પછી ઘટી ડીઝલની કિંમત અને પેટ્રોલ પણ થયું સસ્તું, જાણો આજના ભાવ


પ્લાસ્ટિક કચરા અને પ્રદૂષણથી રેલવેને મુક્તિ મળશે
તેમણે કહ્યું કે તાજેતરમાં જ ઝારખંડની રાજધાની રાંચીમાં જ આવી ટી-શર્ટનું પ્રદર્શન લગાવવામાં આવ્યું હતું, જેને લોકોએ ખૂબ પસંદ કરી. તેમણે જણાવ્યું કે તેનાથી સ્ટેશનો અને પાટાઓ પર ફેંકવામાં આવેલા પ્લાસ્ટિક કચરાથી રેલવેને મુક્તિ મળશે. તેમણે કહ્યું કે બોટલોથી પેંટ પણ બની શકે છે. તેમણે કહ્યું કે એક અનુમાન અનુસાર ભારત વિશ્વમાં ઉપયોગ થનાર પ્લાસ્ટિકના બેથી ત્રણ ટકા ઉપયોગ કરે છે. પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ પ્લાસ્ટિક સરેરાશ ખપત સાત કિલોગ્રામથી આઠ કિલોગ્રામ છે. માત્ર રેલવેમાં પાણીની બોટલના કુલ કચરાનો પાંચ ટકા તેમાં યોગદાન હોય છે. 

વિરાટ કોહલીની ઇન્સ્ટાગ્રામ પર ફટકાબાજી, દરેક પોસ્ટ વડે કમાય છે કરોડો રૂપિયા


તેમણે કહ્યું કે પાણીની પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કર્યા બાદ તેને ક્રશ કરી દેવી જોઇએ. પરંતુ અજ્ઞાનતાના લીધે લોકો આમ કરતા નથી અને તેને આમતેમ ફેંકી દે છે. તેનાથી રેલવે સ્ટેશનો અને રેલવેના પાટાઓ પર પ્રદૂષણ ફેલાઇ છે. તેમણે કહ્યું કે હવે મુસાફરોને ખાલી બોટલો માટે પાંચ રૂપિયા મળશે. આ પાંચ રૂપિયા વાઉચરના રૂપમાં રેલવેની એજન્સી બાયો-ક્રશ દ્વારા મળશે. આ પૈસાનો ઉપયોગ ઘણા સિલેક્ટેડ મોલ અને દુકાનોમાં સામાન ખરીદવા માટે કરી શકાશે.