નવી દિલ્હીઃ Railway Rule: ભારતીય રેલવેમાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો સફર કરે છે. તેવામાં રેલવે સમય-સમય પર પોતાના નિયમોમાં ફેરફાર કરે છે. જેથી યાત્રીકોને કોઈ પ્રકારની અસુવિધાઓનો સામનો ન કરવો પડે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રકારનો એક નિયમ ટ્રેનમાં સામાનને લઈને જવાનો પણ છે. જો તમે ટ્રેનમાં સફર કરતા સમયે વધુ સામાન લઈને જાવ છો તો આ નિયમ તમારે જરૂર જાણી લેવો જોઈએ. બાકી તમારે દંડ ભરવો પડી શકે છે. 


મિનિસ્ટ્રી ઓફ રેલવેએ પોતાના એક ટ્વીટમાં જાણકારી આપી છે કે યાત્રીકોએ વધુ સામાનની સાથે યાત્રા ન કરવી જોઈએ. સીમિત સામાનની સાથે સફર કરો જેથી યાત્રીકોને કોઈ મુશ્કેલી થાય નહીં. 


આ પણ વાંચોઃ Gold Price Today: ફરી રોકેટ બનશે સોનાના ભાવ? આજે ભાવમાં થયો વધારો, જાણો નવી કિંમત


રેલવેના નિયમ પ્રમાણે કોઈપણ ટ્રેનમાં યાત્રી વધુમાં વધુ 40થી 70 કિલોનો સામાન લઈને મુસાફરી કરી શકે છે. જો તેનાથી વધુ સામાન લઈને સફર કરે છે તો તેને દંડ ફટકારવામાં આવી શકે છે. 


ટિકિટના આધાર પર સામાન લઈ જવાની છૂટ છે, જેમ કે સ્લીપર ટિકિટ પર 40 કિલો સામાન લઈને સફર કરી શકાય છે. તો એસી ટિકિટ પર 70 કિલો સામાનની સાથે સફર કરી શકાય છે. 


જો પેસેન્જર મોટા સામાન વહન કરે છે, તો તેણે 30 રૂપિયાની વધારાની ફી ચૂકવવી પડશે.


ઓક્સિજન સિલિન્ડર, કોઈપણ મેડિકલ પ્રોડક્ટ વગેરે જેવી મેડિકલ વસ્તુઓ ડૉક્ટરની સલાહ પર તમારી સાથે લઈ શકાય છે.


આ પણ વાંચોઃ પૈસા રાખો તૈયાર! આગામી સપ્તાહે આવશે દમદાર IPO, ઈશ્યૂ પ્રાઇઝ પણ નક્કી, જાણો વિગત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube