AC Waiting Room: ભારતીય રેલવે દ્વારા દરરોજ કરોડો લોકો મુસાફરી કરતા હોય છે. એક શહેરથી બીજા શહેરમાં મુસાફરી કરવા માટે ટ્રેન એક ખુબ જ સુગમ સાધન છે. પરંતુ જો તમારે ઓછા સમય માટે કોઈ બીજા શહેરમાં મુસાફરી કરવાની હોય તો મોંઘા હોટલમાં પૈસા ખર્ચવાની કોઈ જરૂર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ સર્વિસ
ભારતીય રેલવેમાં મુસાફરી કરનારા લોકો માટે IRCTC તરફથી એક શાનદાર સુવિધા અપાય છે. આ સુવિધા હેઠળ મુસાફરોને મોંઘી હોટલો જેવા રૂમમાં થોડા કલાકો સમય પસાર કરવા માટે મળે છે. IRCTC પોતાના ગ્રાહકોને આ સુવિધા ખુબ જ સામાન્ય ભાડે આપે છે. 


ફક્ત 20 રૂપિયામાં એસી રૂમ?
IRCTC તરફથી આ સુવિધા દ્વારા તમે પ્લેટફોર્મ પર રાહ જોવાની જગ્યાએ 20-40 રૂપિયા ખર્ચીને આરામથી રૂમમાં રહી શકો છો. ભારતીય રેલવેના રિટાયરિંગ રૂમમાં તમને લક્ઝરી હોટલ જેવી સુવિધા મળે છે. જો કે આ માટે તમારી પાસે કન્ફર્મ કે આરએસી ટિકિટ હોવી જરૂરી છે. આ સુવિધા તમને મોટા સ્ટેશનો પર સરળતાથી મળી જશે. 


શું છે આ IRCTC ની સુવિધા?
આમ તો આ સુવિધા હેઠળ મુસાફરોને રિટાયરિંગ રૂમ બુક કરવામાં મદદ મળે છે. આ રૂમ રેલવે સ્ટેશનો પર હોય છે. આ રૂમ સિંગલ, ડબલ અને ડોરમેટરી સ્વરૂપમાં ઉપલબ્ધ હોય છે. અહીં એસી અને નોન એસી એમ બંને પ્રકારની સુવિધા મળે છે. આ સિવાય આ રૂમને તમે 1થી 48 કલાક માટે બુક કરી શકો છો. 


કેટલો ચાર્જ
આ સુવિધા માટે IRCTC 20 રૂપિયાથી 40 રૂપિયા વચ્ચે ચાર્જ કરે છે. જો તમે રિટાયરિંગ રૂમ બુક કરી રહ્યા હોવ તો તેનો ચાર્જ 24 કલાક સુધી 20 રૂપિયા હોઈ શકે. જ્યારે ડોરમેટરી રૂમ લેતા હોવ તો 24 કલાક માટે તેનો ચાર્જ 10 રૂપિયા હોઈ શકે છે. આ સિવાય 24થી 48 કલાક વચ્ચે રિટાયરિંગ રૂમની કોસ્ટ 40 રૂપિયા અને ડોરમેટરી રૂમનું  ભાડું 20 રૂપિયા હોઈ શકે છે. 


કેવી રીતે બુક થાય
સૌથી પહેલા https://irctctourism.com/ પર જાઓ ત્યાં Retiring Room પર ક્લિક કરો અને તમારો PNR નંબર નાખો ત્યારબાદ Delux/AC/NonAC રૂમની પસંદગી કરો  અને બુકિંગના ઓપ્શન પર ક્લિક કરો તથા પૈસાની ચૂકવણી કરો. બુકિંગ સ્વીકારાય ત્યારે રિટાયરિંગ રૂમનો નંબર અને લોકેશન રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલી દેવાશે.