Indian Railways: નવરાત્રિ (navratri 2022) માં ટ્રેન વડે મુસાફરો કરનારાઓ માટે મોટી ખુશખબરી છે. જો તમારે પણ આ નવરાત્રિમાં ટ્રેનમાં મુસાફરી કરવાની છે તો હવે તમારે ભોજનનું ટેન્શન લેવાની જરૂર નથી. રેલવે તરફથી મુસાફરોને વ્રતમાં સ્પેશિયલ થાળીની સુવિધા મળશે. ફેસ્ટિવલ સીઝનમાં રેલવે દ્રારા મુસાફરો માટે ખાસ સુવિધા શરૂ કરવામાં આવી છે. IRCTC એ આ વિશે તમામ જાણાકરી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળશે વ્રતવાળું ભોજન
નવરાત્રિમાં મુસાફરોને ટ્રેનમાં લસણ-ડુંગળી અને સીંધાલુણ મીઠાવાળું ભોજન મળશે. નવરાત્રિમાં ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરો માટે આ ખૂબ જ રાહતની વાત છે. ઘણીવાર મુસાફરોને ટ્રેનમાં લાંબી મુસાફરી કરવી પડે છે તો એવી સ્થિતિમાં તમને ખૂબ ફાયદો મળશે. 


આ નંબર પર કરી શકો છો કોલ
IRCTC તરફથી આ સુવિધા લગભગ 400 સ્ટેશનો પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ થાળીની સુવિધા માટે મુસાફરી 1323 પર કોલ કરી શકો છો. આ નંબર પર કોલ કરીને તમે તમારી થાળી બુક કરાવી શકો છો. બુકિંગ બાદ તમારે ઉપવાસની થાળી મળશે. 


રેલવેના પીઆરઓએ આપી જાણકારી
તમને જણાવી દઇએ કે રેલવે દ્વારા આ સુવિધા ગત વર્ષે પણ શરૂ કરવામાં આવી હતી. આઇઆરસીટીસીના પીઆરઓ આનંદ કુમાર ઝાએ જણાવ્યું કે નવરાત્રિમાં મુસાફરોની ખાણીપીણીને ધ્યાનમાં રાખતાં આ સુવિધા શરૂ કરવામાં આવી છે.


IRCTC વ્રતની થાળીની શું હશે કિંમત
તેમાં તમને 4 વેરિએન્ટ મળશે. આવો ચેક કરીએ થાળીની શું કિંમત હશે- 
99 રૂપિયા- ફળ, દહીં, કટ્ટુની પકોડી
99 રૂપિયા- 2 પરાઠા, બટકાની સુકી ભાજી, સાબુદાણાની ખીર
199 રૂપિયા- 4 પરાઠા, 3 શાક, સાબુદાણાની ખિચડી
250 રૂપિયા- પનીર પરાઠા, વ્રત મસાલા, સિંઘાડા અને આલૂ પરાઠા ઉપલબ્ધ કરાવવામાં આવશે.