નવી દિલ્હી: જો તમે ટ્રેનનું રિઝર્વેશન (Train Reservation) કરાવ્યું છે અને હવે કોઈ કારણસર તે રિઝર્વેશન રદ (Cancel) કરવા માંગો છો, તો તમારા માટે ખૂબ જ મહત્વના સમાચાર છે. જો તમે ટિકિટ કેન્સલ કરતા પહેલા રેલવેના આ ખાસ નિયમો જાણો છો, તો તમે ઘણા રૂપિયા બચાવી શકો છો. ખરેખર, ટિકિટ કેન્સલ કરતા પહેલા તમારા માટે સમયનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે ટ્રેનના પ્રસ્થાનની 30 મિનિટ પહેલા બુક કરેલી ટિકિટ કેન્સલ  કરો છો, તો તમને ટિકિટના મૂલ્યનું થોડું રિફંડ (Refund) મળે છે, પરંતુ જો 30 મિનિટથી ઓછો સમય બાકી હોય તો તમને કંઈ મળશે નહીં. ચાલો જાણીએ રેલવેના નિયમો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો ક્યારે, ક્યાં અને કેટલું મળશે રિફંડ
રિઝર્વેશન ક્લાસ અને સમય અનુસાર કેન્સલેશન ચાર્જ બદલાય છે. આવી સ્થિતિમાં, કન્ફર્મ ટિકિટ કેન્સલ કરવા પર તમને કેટલું રિફંડ (Refund Rules) મળશે તેની સંપૂર્ણ માહિતી પણ erail.in પરથી લઈ શકાય છે. Erail.inના હોમ પેજ પર રિફંડ વિભાગ છે જેમાં રિફંડ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા આપવામાં આવી છે. તમે અહીં તમામ માહિતી મેળવી શકો છો.

JioPhone Next: 'દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન' ખરીદવા માંગો છો? આ દિવસે શરૂ થશે પ્રી-બુકિંગ


રેલવેના નિયમો અનુસાર, જો તમારી પાસે કન્ફર્મ ટિકિટ (Confirm Ticket) હોય અને તમે ટ્રેનમાં રિઝર્વ્ડ ટિકિટ રદ કરવા માગતા હોવ, પરંતુ ટ્રેન રવાના થવામાં 4 કલાકથી પણ ઓછો સમય બાકી છે, તો તમને રિફંડ (Refund) તરીકે કંઈ મળશે નહીં. જો તમારી પાસે 4 કલાકથી વધુ સમય બાકી છે, તો તમે 50% સુધી રિફંડ મેળવી શકો છો. એટલે કે, જો તમે ટિકિટ રદ કરવા માંગતા હોવ, તો સમયનું ખાસ ધ્યાન રાખો.


જો ટિકિટ કન્ફર્મ (Confirm Ticket) છે અને ટ્રેન ઉપડવાના 12 કલાકથી 48 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરવામાં આવે તો રેલવે દરેક મુસાફર પર ટિકિટના મૂલ્યના ઓછામાં ઓછા 25 ટકા અથવા કેન્સલ કરવા પર પ્રતિ પેસેન્જર 60 રૂપિયામાંથી જે પણ વધારે હશે તે ચાર્જ કરશે.

Shubman Gill ના પ્રેમમાં ફીદા થઇ Sara Tendulkar? આ કારણના લીધે જગ જાહેર થઇ ગયો પ્રેમ!


સેકન્ડ ક્લાસ ટિકિટ કેન્સલના નિયમ
જો તમારી ટિકિટ કન્ફર્મ થઈ જાય અને ટ્રેન ઉપડવાના 48 કલાક પહેલા ટિકિટ રદ થઈ રહી હોય, તો રેલવે ટિકિટ ક્લાસ પ્રમાણે અલગ અલગ ચાર્જ વસૂલે છે. સેકન્ડ ક્લાસ ટિકિટ રદ કરવા પર, મુસાફર દીઠ 60 રૂપિયા, સેકન્ડ ક્લાસ સ્લીપર પર 120 રૂપિયા, AC-3 પર 180 રૂપિયા, AC-2 પર 200 રૂપિયા અને ફર્સ્ટ AC એક્ઝિક્યુટિવ ક્લાસ પર 240 રૂપિયા કાપવામાં આવે છે.


જો તમે સ્લીપર ક્લાસમાં રિઝર્વેશન કરાવ્યું હોય અને તમારી ટિકિટ વેઇટિંગ લિસ્ટ અથવા આરએસીમાં હોય તો તમારે ટ્રેન ઉપડવાની 30 મિનિટ પહેલા ટિકિટ રદ કરવી પડશે. 30 મિનિટ પહેલા ટિકિટ રદ કરવા માટે રેલવે મુસાફર દીઠ 60 રૂપિયા લે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube