Railway એ યાત્રીઓને આપી મોટી ભેટ, વડનગર અને મહેસાણા વચ્ચે દોડશે ટ્રેન
હિમતનગરથી અસારવા જવા માટે સવારે ૬ કલાકે અને સાંજે ૪.૩૦ કલાકે ટ્રેન દોડાવવામાં આવશે. અસારવાથી હિમતનગર આવવા માટે સવારે ૮.૩૫ કલાકે અને સાંજે ૭.૩૦ કલાકે દોડશે.
નવી દિલ્હી: મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખતાં ભારતીય રેલવે (Indian Railway) મંગળવારે (15 ઓક્ટોબર)થી 10 નવી ટ્રેન શરૂ કરી રહી છે. આ ટ્રેનો દોડાવવામાં આવતાં હજારો મુસાફરોને સુલભતા રહેશે. નવી દોડાવવામાં આવનાર બધી ટ્રેનોને 'સેવા સર્વિસ' નામ આપવામાં આવ્યું છે. આજે બપોરે 2 વાગે રેલ મંત્રી પીયૂષ ગોયલ, સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધન અને પેટ્રોલિયમ મંત્રી ધમેંદ્વ પ્રધાન બધી ટ્રેનોને નવી દિલ્હી રેલવે સ્ટેશનથી લીલી બતાવી રવાના કરશે.
કેટલી ટ્રેનો અઠવાડિયામાં છ દિવસ દોડશે
'સેવા સર્વિસ' નામથી શરૂ કરવામાં આવી રહેલી બધી ટ્રેનો પેસેન્જર ટ્રેનો છે. તેમાંથી કેટલીક દરરોજ અને કેટલીક અઠવાડિયામાં છ દિવસ દોડશે. દરરોજ દોડનાર સેવા સર્વિસ ટ્રેન દિલ્હી અને શામલી, ભુવનેશ્વર અને નારાયણગઢ શહેર, મુરકંગસેલેક અને ડિબ્રુગઢ, કોટા અને ઝાલાવાડ તથા કોયંબતૂર અને પલાની વચ્ચે દોડશે. આ ઉપરાંત જે સેવા સર્વિસ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડશે તેમાં વડનગર અને મહેસાણા, અસારવા અને હિંમતનગર, કરૂર અને સલેમ, યશવંતપુર અને તુમુકુર અને કોયંબતૂર અને પોલ્લાચી વચ્ચે ચાલનાર ટ્રેનો છે. હિમતનગરમાં સવારે અને સાંજે બે વખત ટ્રેન આવશે. હિમતનગરથી અસારવા જવા માટે સવારે ૬ કલાકે અને સાંજે ૪.૩૦ કલાકે ટ્રેન દોડાવવામાં આવશે. અસારવાથી હિમતનગર આવવા માટે સવારે ૮.૩૫ કલાકે અને સાંજે ૭.૩૦ કલાકે દોડશે. હિમતનગરથી અસારવા ટ્રેનમાં બે કલાકને ૨૦ મિનીટ લાગશે.
ટ્વિટર હેન્ડલ પર આપી જાણકારી
આ ટ્રેનો વિશે રેલવે દ્વારા ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પણ જાણકારી આપવામાં આવી છે. નોર્ધર્ન રેલવેના સ્પોક્સ પર્સન દીપક કુમારના અનુસાર દૈનિક મુસાફરોને ધ્યાનમાં રાખતાં દિલ્હીથી શામલી માટે નવી સેવા સર્વિસ ટ્રેન (નંબર 51917/51918) શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેન અઠવાડિયામાં સાત દિવસ દોડશે. ટ્રેન નંબર 51917 દિલ્હીથી સવારે 8:40 વાગે ઉપડશે સવારે 11:50 વાગે શામલી પહોંચશે. વાસીમાં આ શામલીથી બપોરે 2 વાગે ઉપડશે સાંજે 5:10 વાગે દિલ્હી પહોંચશે.
ટ્રેનની નિયમિત સેવા બુધવારથી શરૂ થઇ જશે અને તેમાં 11 જનરલ કોચ હશે. રસ્તામાં આ શાહદરા, ગોકલપુર, સબોલી હોલ્ટ, નૌલી, ખેકડા, બાગપત રોડ, બડૌત, કાસિમપુર ખેડી અને કાંદલા સ્ટેશન પર ઉભી રહેશે.