નવી દિલ્હી: હંમેશા ટ્રેનની ટિકીટને લઇને મારામારી રહેતી હોય છે. તહેવારોના સમયમાં આ સમસ્યાઓ અનેક ગણી વધી જાય છે. વેટિંગ ટીકીટ વેટીંગ વાળા લોકો હંમેશા એ દુવિધામાં રહે છે,કે ટીકીટ કન્ફોર્મ થઇ કે નહિ. પરંતુ તમારે આવા વિચારો કરવાની જરૂર નથી. ટીકીટ કન્ફોર્મ થવાની રાહ જોઇ રહેલા યાત્રીઓ માટે રેલવે દ્વારા એક ખાસ સ્કીમ બહાર પાડવામાં આવી છે. જેનો ફાયદો યાત્રીઓ ગમે ત્યારે લઇ શકે તેમ છે. ટ્રેનમાં ટીકીટ બુક કરાવતી સમયે જો યાત્રી વેટીંગ લીસ્ટમાં છે. તો રેલવે આવા યાત્રીઓને એક અલગ ઓપ્શન આપવામાં આવે છે. આ ઓપ્શનની મદદથી યાત્રીઓ ટીકીટ કન્ફોર્મ થયા વિના પણ રેલવેમાં મુસાફરી કરી શકે છે. અને તેના માટે અલગથી કોઇ પણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવતો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે રલવેની ખાસ સ્કીમ 
રેલવેની આ સુવિધાનું નામ વિકલ્પ રાખવામાં આવ્યું છે. ટીકીટ કન્ફોર્મ ન થયા છતા પણ યાત્રીઓને એક નવો વિકલ્પ આપવામાં આવે છે. આ અંતરર્ગત તેમને એ સુવિધાઓ આપવમાં આવે છે, કે જો ટ્રેનની ટીકીટ કન્ફોર્મ નથી તો તેને અન્ય ટ્રેનમાં કન્ફોર્મ ટીકીટ આપવામાં આવે છે. તમારે આ પ્રકારની સુવિધાઓ જોઇએ છે, કે નહિ તે અંગે તમારે ટીકીટ બુક કરતા સમયે આ વિકલ્પ પસંદ કરવો જરૂરી છે.


નિયમ અને તેની શરતો 
વિકલ્પ પસંદ કરવાનો મતલબ એ છે, કે તમને બીજી કોઇ ટ્રેનમાં કન્ફોર્મ ટીકીટ મળી જ જશે. અને આ અંગેનો આધાર ટ્રોનની સીટો પર નિર્ભર રહેશે. આ સુવિધાઓ સાથે જોડાયેલા નિયમો પણ છે. જેવા કે ક્યા સ્ટેશન પરથી ટ્રેનમા બેસવાનું છે. અને ક્યાં સુધી તમને સીટ મળી શકે છે. અમે તમને ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝન કોર્પોરેશન(IRCTC)ની આ પ્રકારની સવિધાઓ અંગે જાણકારી આપી રહ્યા છીએ.



આ સ્કીમના ફાયદાઓ 
વિકલ્પ યોજના તમામ ટ્રેનો અને ક્લાસ માટે લાગૂ કરવામાં આવી છે. આ સ્કીમ વેટીંગ લિસ્ટમાં સામેલ થયેલા તમામ યાત્રીઓ માટે છે. તેમણે કોઇ પણ ક્લાસની ટીકીટ ભલે બુક કરાવી હોય. અને આ યોજના અંતર્ગત યાત્રીઓને એક વારમાં 5 ટ્રેનનો વિકલ્પ આપવામાં આવી શકે છે. આ સુવિધા માત્ર એ યાત્રીઓને મળશે જેમનું નામ વેટિંગ લિસ્ટમાં રાખવામાં આવ્યું છે. અને ચાર્ટ બન્યા છતાં પણ તેમનું નામ વેટિંગ લિસ્ટમાં રાખવામાં આવ્યું છે.