બુલેટ ટ્રેનની જેમ ભાગી રહ્યો છે આ સરકારી કંપનીનો શેર, 32 રૂપિયાથી પહોંચ્યો 120ને પાર
ઇરેડાના શેર 10 ટકાની તેજીની સાથે 123 રૂપિયાને પાર પહોંચી ગયા છે. કંપનીનો આઈપીઓ આ વર્ષે 21 નવેમ્બરે 30-32 રૂપિયાની પ્રાઇઝ બેન્ડ પર આવ્યો હતો. ઈશ્યૂ પ્રાઇઝથી કંપનીના શેર 280 ગણા વધી ગયા છે.
નવી દિલ્હીઃ સરકારી કંપની ઇરેડાના શેર ધમાલ મચાવી રહ્યાં છે. કંપનીના શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ઇરાડેના શેર ગુરૂવારે 10 ટકાની તેજીની સાથે 123.37 રૂપિયા પર પહોંચી ગયા છે. ઇરેડાનાનો આઈપીઓ આ વર્ષે 21 નવેમ્બર 2023ના 30થી 32 રૂપિયાની પ્રાઇઝ બેન્ડ પર આવ્યો હતો. કંપનીના શેર 29 નવેમ્બરે લિસ્ટ થયા હતા. 32 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇઝથી ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલોપમેન્ટના શેર 280 ટકાથી વધુ વધી ગયા છે. સરકારી કંપનીના સ્ટોકે ગુરૂવારે પોતાનો 52 સપ્તાહનો હાઈ બનાવ્યો હતો.
લિસ્ટિંગ પર મોટા ફાયદા બાદ તેજી
આઈપીઓમાં ઇરેડાના શેર 32 રૂપિયા પર એલોટ થયા હતા. સરકારી કંપનીના શેર 29 નવેમ્બરે 50 રૂપિયા પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગ બાદથી કંપનીના શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ઈરેડાના શેર ગુરૂવાર 14 ડિસેમ્બરે 123.37 રૂપિયા પર પહોંચી ગયા છે. ઇરેડાએ હાલમાં PM-KUSUM, રૂફટોપ સોલર અને બીજા બી2સી સેગમેન્ટ્સ માટે રિટેલ ડિવીઝન લોન્ચ કર્યા છે. ઇરેડા એક મિની રત્ન કંપની છે.
આ પણ વાંચોઃ લિસ્ટિંગ પહેલા આ IPO એ રચ્યો ઈતિહાસ, પ્રથમ દિવસે ઈન્વેસ્ટરોના પૈસા થશે ડબલ
38 ગણાથી વધુ સબ્સક્રાઇબ થયો હતો આઈપીઓ
ઈન્ડિયન રિન્યૂએબલ એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (ઇરેડા) નો આઈપીઓ ટોટલ 38.80 ગણો સબ્સક્રાઇબ થયો હતો. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સનો કોટા 7.73 ગણો સબ્સક્રાઇબ થયો હતો. તો નોન-ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સનો કોટા 24.16 ગણો સબ્સક્રાઇબ થયો હતો. જ્યારે ક્વોલીફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ કેટેગરીમાં 104.57 ગણું સબ્સક્રિપ્શન મળ્યું હતું. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સ ઓછામાં ઓછા 1 લોટ અને વધુમાં વધુ 13 લોટ માટે દાવ લગાવી શકતા હતા. કંપનીના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube