મુંબઇ : લાંબા સમયના વિરામ બાદ શેર બજાર માટે મંગળવાર મંગળ સાબિત થયો છે. પાંચ મહિના બાદ સેન્સેક્સ 36 હજારના આંકડાને પાર થયો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં અંદાજે 0.9 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેર બજારમાં મંગળવારે સવારે બજાર ખુલતાં જ સારો માહોલ જોવા મળ્યો હતો. બજારે શાનદાર શરૂઆત કરી હતી. દિવસના અંત સુધીમાં શેર બજાર સુધારા સાથે બંધ થયું હતું. દિવસના ઉતાર ચઢાવ વચ્ચે એકંદરે શેર બજારે  ઉંચો કૂદકો માર્યો છે અને છેલ્લા પાંચ વર્ષની ઉંચી સપાટી મેળવી છે. સેન્સેક્સ 36 હજારથી વધુના આંક સાથે માર્કેટ બંધ થયું હતું. 


પાંચ મહિના બાદ સેન્સેક્સ ઉપર આવતાં માર્કેટનાં ખસી લાગણી પ્રસરી જવા પામી છે. આજના કારોહારમાં નિફ્ટી 10,956.90 અને સેન્સેક્સ 36275 પોઇન્ટ નોંધાયો હતો. અંતમાં નિફ્ટી 110950 પોઇન્ટની નજીક બંધ થયો હતો અને સેન્સેક્સ 36239 પર બંધ થયો છે.