Share Market: કોરોનાની ઝપેટમાં આવ્યું શેર બજાર, સેન્સેક્સ 1300 અંક તૂટ્યો, નિફ્ટી પણ 14300ની નીચે
ભારતીય શેરબજારો સપ્તાહના પહેલા દિવસ ભારે ઘટાડા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ 1300 અંકથી વધુ ઘટાડા સાથે 48000ની સપાટી નીચે ગયો છે. હાલ તે 47500ના લેવલ પર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં પણ અઢી ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી 330 અંકોથી વધુ તૂટીને 14260ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
Indian Share Markets: ભારતીય શેરબજારો સપ્તાહના પહેલા દિવસ ભારે ઘટાડા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ 1300 અંકથી વધુ ઘટાડા સાથે 48000ની સપાટી નીચે ગયો છે. હાલ તે 47500ના લેવલ પર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં પણ અઢી ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી 330 અંકોથી વધુ તૂટીને 14260ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
કોરોનાની બીજી લહેરથી બજાર તૂટ્યું
કોરોના મહામારીની બીજી લહેરની જ અસર છે કે ભારતીય શેરબજારમાં આટલા મોટા ઘટાડા સાથે કારોબાર શરૂ થયો છે. કોરોનાની બીજી લહેરથી રાહત મળતી જોવા મળી રહી નથી. છેલ્લા 24 કલાકમાં 2.73 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 1600થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. આ મહામારી સામે લડવા માટે કેડિલા, ડીઆરએલ, સિપ્લા જેવી કંપનીઓએ રેમડેસિવિરના ભાવ 25 ટકાથી લઈને 65 ટકા સુધી ઘટાડ્યા છે.
આ બેંક શેરોના ભાવ ગગડ્યા
શરૂઆતના કારોબારમાં આજે બેંક, ઓટો, મીડિયા, મેટલ, અને રિયલ્ટી શેરોના ભાવ ખુબ ગગડ્યા. HDFC, ICICI Bank, HDFC Bank અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો આ ઘટાડામાં મોટો હાથ છે.
તમામ ઈન્ડેક્સમાં ભારે ઘટાડો
સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરીએ તો તમામ ઈન્ડેક્સ ઘટાડા સાથે જ કારોબાર કરી રહ્યા છે. સૌથી વધુ બેંકિંગ ઈન્ડેક્સમાં ઘટાડો છે. તે 4 ટકાથી વધુ તૂટી ચૂક્યો છે. ઓટોમાં પણ પોણા ચાર ટકાનો ઘટાડો છે.
નિફ્ટીમાં તૂટનારા શેર
અદાણી પોર્ટ્સ, ICICI Bank, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ, એચડીએફસી, કોટક મહિન્દ્રા બેંકના શેરમાં ચાર ટકાથી વધુનો ઘટાડો છે.
નિફ્ટીમાં ચઢનારા શેર
સિપ્લા, ડો.રેડ્ડીઝ, વિપ્રોમાં હળવી ખરીદી જોવા મળી રહી છે.
Viral: કોરોનાકાળમાં દર્દીની સારવાર કરવાની જગ્યાએ ગાળો ભાંડવા લાગ્યા ડોક્ટર, Video જોઈને હચમચી જશો
કોરોનાનો ખાતમો હવે નજીક!, બજારમાં આવી ગઈ એવી દવા...4 દિવસમાં વાયરસને પછાડવાનો દાવો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube