ભારતીય શેર બજારમાં જોરદાર તેજીનો માહોલ, રોકાણકારોને થયો 3.34 લાખ કરોડનો ફાયદો
Share Market Update: ભારતીય શેર બજારમાં આજે જોરદાર તેજી જોવા મળી છે. નિફ્ટી અને સેન્સેક્સ મોટા વધારા સાથે બંધ થયા છે. જેથી રોકાણકારોને પણ મોટો ફાયદો થયો છે.
મુંબઈઃ Stock Market Closing On 15 November 2023: એક દિવસની રજા બાદ ભારતીય શેર બજારે શાનદાર વાપસી કરી છે. સારા ગ્લોબલ સંકેતોને કારણે બજારમાં રોકાણકારોની ભારે ખરીદીને કારણે સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળી 65000ના આંકડાને પાર કરવામાં સફળ રહ્યો છે. બેન્કિંગ, આઈટી, એફએમજીસી સ્ટોક્સના નેતૃત્વમાં બજારમાં તેજી રહી છે. આજનો કારોબાર પૂર્ણ થવા પર બીએસઈ સેન્સેક્સ 742 પોઈન્ટના વધારા સાથે 65675 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 232 પોઈન્ટના વધારા સાથે 19675 પોઈન્ટ પર બંધ થયો છે.
સેક્ટરની સ્થિતિ
આજના ટ્રેડમાં તો દરેક સેક્ટરના સ્ટોક્સમાં ખરીદી રહી. પરંતુ આઈટી, એફએમસીજી, બેન્કિંગ, એનર્જી સ્ટોક્સમાં સૌથી વધુ તેજી જોવા મળી છે. આ સિવાય મેટલ્સ, ફાર્મા, ઓટો, રિયલ એસ્ટેટ, મીડિયા, હેલ્થકેર, ઓયલ એન્ડ ગેસ, કંઝ્યુમર ડ્યૂરેબલ્સ સેક્ટરના શેરમાં પણ ભારે ખરીદી જોવા મળી છે. નિફ્ટી મિડ કેપ સ્ટોક્સમાં 400 પોઈન્ટનો વધારો રહ્યો તો સ્મોલ કેપ ઈન્ડેક્સમાં 180 પોઈન્ટની તેજી જોવા મળી છે. સેન્સેક્સના 30 શેરમાં 27 શેર તેજીની સાથે જ્યારે ત્રણ સ્ટોક ઘટાડા સાથે બંધ થયા છે. જ્યારે નિફ્ટીના 50 શેરમાંથી 47 શેર તેજીની સાથે અને ત્રણ લાલ નિશાન પર બંધ થયા છે.
આ પણ વાંચોઃ PM Kisan: 8 કરોડ કિસાનો માટે ખુશખબર, પીએમ મોદીએ ખાતામાં મોકલ્યા 2 હજાર રૂપિયા
રોકાણકારોની સંપત્તિમાં 3 લાખ કરોડનો વધારો
આજના ટ્રેડમાં શેર બજારમાં શાનદાર તેજીને કારણે ઈન્વેસ્ટરોની સંપત્તિમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન 325.42 લાખ કરોડ રૂપિયા રહ્યું, જે પાછલા સેશનમાં 322.08 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. એટલે કે આજના ટ્રેડમાં ઈન્વેસ્ટરોની સંપત્તિમાં 3.34 લાખ કરોડનો ફાયદો જોવા મળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube