વોશિંગટનઃ વિશ્વ બેન્કે 2019-2020માં ભારતની આર્થિક વૃદ્ધિની ગતી ઓછી થઈને પાંચ ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. પરંતુ તેણે કહ્યું કે, આગામી વર્ષે 2020-21માં આર્થિક વૃદ્ધિ દર સુધરીને 5.8 ટકા પર પહોંચી શકે છે. વિશ્વ બેન્કના બુધવારે જારી કરાયેલા 'વૈશ્વિક આર્થિક સંભાવનાઓ' રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, 'ભારતમાં નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFC) લોન વિતરણમાં મંદી યથાવત રહેવાનું અનુમાન છે, તેના કારણે ભારતનો વૃદ્ધિ દર 2019-20માં પાંચ ટકા તથા 2020-21માં સુધરીને 5.8 ટકા રહી શકે છે.' તો વિશ્વ બેન્કે નાણાકીય વર્ષ 2019/20માં બાંગ્લાદેશનો જીડીપી વિકાસ દર 7%થી ઉપર તથા પાકિસ્તાનનો 2.4 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'NBFCને લોનની કમી મોટી સમસ્યા
તેણે કહ્યું કે, નોન-બેન્કિંગ નાણાકીય ક્ષેત્રના લોન વિતરણમાં મંદીથી ભારતમાં ઘરેલૂ માગ પર તેની મોટી અસર પડી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું, 'ભારતમાં લોનની અપૂરતી ઉપલબ્ધતા તથા વ્યક્તિગત વપરાશમાં ઘટાડાથી ગતિવિધિઓ સંકુચિત થઈ છે. ઉલ્લેખનીય છે કે સરકારે મંગળવારે જારી આંકડામાં 2019-20માં આર્થિક વૃદ્ધિદર પાંચ ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. સરકારે ઉત્પાદન અને બાંધકામ ક્ષેત્રના ખરાબ પ્રદર્શનને તેનું કારણ માન્યું છે. આ 11 વર્ષનો સૌથી ધીમો વૃદ્ધિ દર હશે.'


વિશ્વમાં જાપાનનો પાસપોર્ટ સૌથી પાવરફુલ, જાણો ક્યાં નંબરે છે ભારત


2019માં અર્થવ્યવસ્થામાં મોટો ઘટાડો
રિપોર્ટમાં ભારત વિશે કહેવામાં આવ્યું છે કે 2019માં આર્થિક ગતિવિધિઓમાં મોટો ઘટાડો થયો છે. બાંધકામ અને કૃષિ સેક્ટરમાં ઘટાડો રહ્યો, જ્યારે સરકારી ખર્ચથી સંબંધિત સેવાઓના ઉપ ક્ષેત્રમાં સરેરાશ સમર્થન મળ્યું છે. તેમાં કહેવામાં આવ્યું કે, 2019ના જૂન ક્વાર્ટર અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતનો જીડીપી વિકાસ દર પાંચ ટકા અને 4.5 ટકા રહ્યો, જે 2013 બાદ સૌથી નિચલા સ્તરે છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો બિઝનેસના અન્ય સમાચાર