વર્લ્ડ ઇકોનોમિક ફોરમે કહ્યું, વિકાસ દરમાં આ વર્ષે ચીનને પાછળ રાખશે ભારત
અલગ પ્રકારના સુધારાઓને કારણે ભારત વિકાસના પથ પર અગ્રેસર છે. પરંતું આ વર્ષે ચીનને જોરદાર માત આપશે.
નવી દિલ્હી: વિભિન્ન સુધારોઓના પરિણામે ભારતીય અર્થવ્યવ્સ્થા વિકાસના પથ પર સૌથી વધારે અગ્રેસર છે. વર્લ્ડ ઇકોનોમી ફોરમ(WEF)ના હાલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, કે આ વર્ષે 2018માં ભારતની અર્થવ્યવસ્થા ચીનથી વધારે ઝડપથી વધી રહી છે. અને આ વર્ષે ભારત ચીનને પાછળ રાખી દેશે. WEFનું કહેવું છે, કે ભારતીય અર્થવ્યવસ્થામાં તેજી જોવા મળી છે. ચીનના જીડીપી દર કરતા પણ ભારતને જીડીપી દરમાં વધારો નોંધાયો છે.
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(IMF)એ આપણી વર્લ્ડ ઇકોનોમિક આઉટ લુક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, કે આ વર્ષે ચીનનો જીડીપી દર 6.6 ટકા રહેશે જ્યારે ભારતનો વિકાસ દર 7.3 ટકા રહેશે. આવકતા વર્ષે 2019માં ચીન તુલનાએ 6.2ની તુલનાઓમાં ભારત 7.4 ટકા જીડીપી દર વિકાસ કરશે.
ચીનની આર્થિક ઝડપમાં ઘટાડો આવવાનું મુખ્ય કારણ અમેરિકામાં તાલી રહેલો ચીનો ટ્રોડ વોર છે. ટ્રે઼ડ વોર દરમિયાન ચીનની નિકાસ ખોટી રીતે પ્રાભાવિત થવાની પૂરે પૂરી આશંકાઓ જોવા મળી રહી છે, ચીન 2017માં વિશ્વમાં સોથી ઝડપી ગતિએ વધી રહેલી અર્થ વ્યવસ્થા ધરાવતો દેશ હતો. ત્યારે ભારતના આરબીઆઇ અનુસાર,2018-19માં ભારતનો જીડીપીની વૃદ્ધિ 7.4% રહે તેવી શક્યતાઓ છે.
આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી ભારત વિશેની ટીપ્પણી
1.2018,2019માં આર્થિક વૃદ્ધિ દર 7.5 ટકા રહેવાનું અનુમાન: મૂડીઝ
ગત મહિને આંતરરાષ્ટ્રીય રેટીંગ એંજન્સી મૂડીઝે આશા વ્યક્ત કરી છે, કે ભારતની અર્થિક વૃદ્ધિ દર 2018 અને 20419માં 7.5 ટકા રહ્યો હતો. મૂડીઝ ઇનવેસ્ટર સર્વિસને તેમના રિપોર્ટમાં કહ્યું હતું. જી -20 ની અર્થ વ્યવસ્થાઓમાં વૃદ્ધિ સંભાવના મજબૂત કરવામાં આવી છે. પરંતુ વાતના સંકેત છે, કે 2018માં વુદ્ધિની પ્રવૃતિ અલગ-અલગ રહી શકે છે.
2. 2018માં 73.%, 2019માં 7.4% રહેશે ભારતનો વૃદ્ધિ દર: IMF
આઇએમએફએ ગત મહિને ભારતના આર્થિક વૃદ્ધિ દર 2018માં 7.3% અને 2019માં 7.4% રહેવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આઇએમએફે કહ્યું કે, ચાલુ વર્ષમાં ભારત ફરી દુનિયાની સૌથી ઝડપી ગતીએ ચાલી રહેલી અર્થ વ્યવસ્થા પર પહોચીં જશે. અને આ ચીનની સરખામણીએ 0.7% વધારે હશે.