નવી દિલ્હીઃ ભારતીય અર્થવ્યવસ્થામાં સુધાર માટે સતત પગલા ભરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે કેન્દ્રીય આંકડા કચેરી (CSO) ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથને લઈને અનુમાન જારી કર્યું છે. CSOનું અનુમાન છે કે ચાલુ નાણાકીય વર્ષ 2019-2020માં જીડીપી વિકાસદર 5 ટકા રહી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીડીપી ગ્રોથને લઈને અનુમાન
હકીકતમાં મંગળવારે સરકાર તરફથી જીડીપીના પૂર્વાનુમાનના આંકડા જાહેર કર્યાં છે. જેમાં વિકાસ ઓછો રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ પહેલા 2018-2019મા વાસ્તવિક ગ્રોથ 6.8 ટકા રહ્યો હતો. તો નાણાકીય વર્ષ 2017-2018માં જીડીપી ગ્રોથ 7.2 ટકા હતો. 


બજેટ બાદ બીજું અનુમાન
આંકડા મંત્રાલયના જારી આંકડા પ્રમાણે જીડીપી 5 ટકા રહી શકે છે. ગ્રોસ વેલ્યૂ એડેડ (GVA)નો અંદાજીત ગ્રોથ 2019-2020માં 4.9 ટકા રહી શકે છે જે 2018-19માં 6.6 ટકા હતો. સંપૂર્ણ નાણાકીય વર્ષ 2019-2020 માટે વિકાસ દરનું આ પ્રથમ નિરીક્ષણ છે. હવે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ જીડીપી ગ્રોથને લઈને આંકડા મંત્રાલય દ્વારા બીજો એડવાન્સ અંદાજ જારી કરવામાં આવશે. 


છેલ્લા ૨૦ દિવસમાં પેટ્રોલ-ડીઝલનાના ભાવમાં થયો આટલો વધારો, જાણો ગુજરાતમાં છે શું ભાવ


RBI પહેલા ઘટાડી ચુક્યું છે  GDP ગ્રોથ
આ પહેલા ભારતીય રિઝર્વ બેન્ક (RBI) પહેલા જ પોતાનું અનુમાન ઘટાડી ચુકી છે. આરબીઆઈએ પણ નાણાકીય વર્ષ માટે 5 ટકા વિકાસનું અનુમાન વ્યક્ત કર્યું હતું. 


ઉલ્લેખનીય છે કે આંકડા મંત્રાલય તરફથી આંકડા તેવા સમયે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા મંદ પડી છે. કારણ કે જૂન-સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ ઘટાડીને 6 વર્ષના નિચલા સ્તર 4.5 ટકા પહોંચી ગયો છે.