નવી દિલ્હી: ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરીને સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે. દેશના અરબપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયંસ ઈન્ડરસ્ટ્રી હવે ભારતની નંબર 1 કંપની બની ગઈ છે. જી નહીં, અમે માર્કેટ કેપિટલાઈઝેશન (MCap)ના હિસાબથી નંબર-1 બનવાની વાત કરી રહ્યા નથી, કારણ કે તે ઉપલબ્ધિ તો કંપનીના ખાતામાં પહેલાથી છે. પરંતુ આ વખતે રિલાયંસને આ નવી ઓળખ જાણીતી મેગ્ઝિન Forbesએ આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Forbes Global ની યાદીમાં નંબર-1 ઈન્ડિયન કંપની
તાજેતરમાં Forbes એ પોતાની Global 2000 કંપનીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં Reliance Industriesનો 53 મું સ્થાન હાંસલ કર્યું છે. તે ગત વખતની યાદીમાંથી 2 સ્થાન ઉપર છે. પરંતુ તેની સાથે રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ આ યાદીમાં એન્ટ્રી કરનાર નંબર 1 કંપની બની ગઈ છે. ફોર્બ્સ ગ્લોબલ 2000 ની યાદી માટે કોઈ કંપનીની પસંદગી 4 પરિમાણો પર કરવામાં આવે છે. આમાં કંપનીનું વેચાણ, નફો, સંપત્તિ અને બજાર મૂલ્યનો સમાવેશ થાય છે. વિશ્વભરની 2,000 જાહેર કંપનીઓ આ યાદીમાં સામેલ છે.


SC on J&K Delimitation: આર્ટિકલ્સ 370 હોય કે ન હોય, જમ્મુ-કાશ્મીર હંમેશા ભારતનું અભિન્ન અંગ હતું; SCએ કરી ટિપ્પણી


SBI, HDFC બેંક, ICICI બેંક પણ યાદીમાં
ફોર્બ્સની આ યાદીમાં સામેલ ભારતીય કંપનીઓમાં SBI 105મા નંબરે, HDFC બેંક 153મા નંબરે અને ICICI બેંક 204મા ક્રમે છે. ભારતીય કંપનીઓના મતે આ કંપનીઓ અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને છે.


ઓએનજીસી, ટીસીએસ, ટાટા સ્ટીલે પણ બનાવી છે જગ્યા 
જો આપણે આ યાદીમાં સામેલ ટોપ-10 ભારતીય કંપનીઓ પર નજર કરીએ તો ONGC નંબર 5 પર (સૂચિમાં 228મો રેન્ક), HDFC નંબર 6 પર (સૂચિમાં 268મો રેન્ક), ઈન્ડિયન ઓઈલ સાતમાં નંબરે (357મો રેન્ક) યાદીમાં, 8મો નંબર, પરંતુ TCS (સૂચિમાં 384મો રેન્ક), 9માં નંબરે ટાટા સ્ટીલ (સૂચિમાં 407મો રેન્ક) અને એક્સિક્સ બેંક (સૂચિમાં 431મો રેન્ક) 10માં નંબરે છે.


Rahul Bhatt Justice served: આખરે કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યાનો લેવાયો બદલો, હત્યારા આતંકીઓને ઠાર માર્યા


સૌથી વધુ છે રિલાયન્સનો MCap
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ mcap અનુસાર દેશની સૌથી મૂલ્યવાન કંપની છે. શુક્રવારે બજાર બંધ થયા બાદ BSE પર કંપનીનો એમકેપ રૂ. 1642568.98 કરોડ રહ્યો હતો. જ્યારે આ મુજબ TCS બીજા અને HDFC બેન્ક ત્રીજા નંબરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube