નવી દિલ્હી: જો તમે ફરવાનો પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા માટે આ અહેવાલ ખુબ જ મહત્તવપૂર્ણ બની શકે છે. હવે તમે ખુબ સસ્તામાં દેશની ખુબસૂરત સ્થાનો પર ફરી શકો છો, હવે એક જગ્યાએ બીજી જગ્યાએ ફ્લાઈટમાં જવું સરળ બની ગયું છે. જોકે, એરલાઈન્સ કંપની ઈંડિગો (Indigo Offer) એ ઘણી નવી ડાયરેક્ટ ફ્લાઈટ ઉડાવી રહી છે. ઈન્ડિગોએ જણાવ્યું છે કે અમે અમારા મુસાફરો માટે પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્ટિવિટી વધારવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરલાઈન કંપની ઈંડિગોએ આપી જાણકારી
એરલાઈન કંપની ઈંડિગોનું કહેવું છે કે સીધી કનેક્ટિવિટીથી યાત્રામાં સરળતા રહેશે અને તેની પ્રાકૃતિક સુંદરતા, સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિ માટે પ્રવાસીઓને અનોખો અનુભવ મળશે. તેનાથી પ્રવાસીઓને મુસાફરી કરવાનું આયોજન કરવામાં પણ સરળતા રહેશે.


અગાઉ એરલાાઈનને 2 નવેમ્બર 2021એ શિલાંગ અને ડિબ્રૂગઢ (Shillong to Dibrugarh)ની વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ (Direct Flight) શરૂ કરી છે. તેનું પ્રાથમિક ભાડું માત્ર 1400 રૂપિયા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube