Zee News impact : રાષ્ટ્રદ્રોહ કેસમાં ઇન્ડિગોએ સ્પષ્ટતા કરી
ભારતીય સીમામાં હોવા છતા પણ ઇન્ડિગો દ્વારા ભારતીય નાણા સ્વિકારવાની મનાઇ કરવામાં આવી હતી
નવી દિલ્હી : ઇન્ડિગો એરલાઇન્સે પોતાની વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહનો કેસ દાખલ થયા બાદ આજે સ્પષ્ટતા કરી છે. સમાચાર અનુસાર તેમણે કહ્યું કે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ દરમિયાન ઇન્ડિગો ભારતીય કરન્સી સ્વીકાર નથી કરતી. ઇન્ડિગોએ આ મુદ્દે ફેમા નિયમોનો હવાલો ટાંક્યો છે. ઇન્ડિગોનું કહેવું છે કે એવું તેણે પોતાનાં મેન્યુમાં પણ સ્પષ્ટ લખ્યું છે. આ મુદ્દે ફરિયાદ કરનાર વેપારી પ્રમોદ કુમારે કોર્ટમાં આજે અરજી દાખલ કરી છે, જેની સુનવણી 15 ડિસેમ્બરે થવાની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઝી ન્યુઝે પ્રમોદ કુમાર જૈનનાં કેસમાં મંગળવારે ઉઠાવ્યો હતો. ઝી ન્યૂઝે પ્રમોદ કુમાર જૈન સાથે વાતચીત કરી અને અને તેમને તમામ દસ્તાવેજો મુદ્દે સમાચારોને પોતાની વેબસાઇટ પર ચલાવ્યા હતા. ત્યાર બાદ ઇન્ડિગો દ્વારા આજે સ્પષ્ટતા કરવામાં આવી હતી.
શું છે ઇન્ડિગોની સ્પષ્ટતા
ઇન્ડિગોએ તેમ પણ કહ્યું કે, તેને વર્ષ 26 ફેબ્રુઆરી, 2014 અને જુન 05,2014એ ભારતીય રિઝર્વ બેંકમાં 25 હજારથી વધારેનું ઓન બોર્ડ વેચાણ કરવા માટેની પરવાનગી માંગી હતી. આ અંગે સંબંધિત અધિકારીઓની સાથે અમે સક્રીય ચર્ચા કરી રહ્યા છીએ.
વેપારીનું શું કહેવું છે.
પ્રમોદ કુમાર જૈનનું કહેવું છે કે ભારતીય સીમામાં ભારતીય નાણા લેવાનો ઇન્કાર કરવો રાષ્ટ્રદ્રોહ છે. ભારતીય દંડ સંહિતાનાં સેક્શન 124 A(રાષ્ટ્રદ્રોહ) અને નેશનલ ઓનર એક્ટ 1971 હેઠળ મે આ મુદ્દો ઉઠાવ્યો છે. કોર્ટમાં આ મુદ્દે સુનવણી 15 ડિસેમ્બરનો છે.
શું છે સમગ્ર કિસ્સો
પ્રમોદ કુમર જૈને 10 નવેમ્બર 2017ના રોજ બેંગ્લોરથી દુબઇ જઇ રહેલી ઇન્ડિયો ફ્લાઇ નંબર 6E95થી ટિકિટ બુક કરાવી હતી. સવારે 7.20 વાગ્યે તેમની ફ્લાઇટ હતી. ટિકિટમાં તેમણે મિલ નહોતું લીધું. ફ્લાઇટ દરમિયાન તેમણે ખાવાનો ઓર્ડર આપ્યો, જો કે ક્રૂ મેમ્બર્સે તેમને ભોજન આપવાની મનાઇ કરી હતી. કારણ કે પ્રમોદ કુમાર ભારતીય કરન્સીમાં ચુકવણી કરી રહ્યા હતા. તેમનો આરોપ છે કે ક્રુ મેમ્બર્સે તેમને વિદેશી કરન્સી ડોલર અથવા તો દિરહમમાં ચુકવણી કરવા માટે જણાવ્યું હતું.