નવી દિલ્હીઃ જો તમે યાત્રા કરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો ઓછી કિંમતમાં હવાઈ સફર કરી શકો છો. હકીકતમાં બજેટ એરલાયન્સ કંપની ઈન્ડિગોએ તમામ ઘરેલૂ રૂટ્સ પર એનિવર્સરી સેલ ''Sweet 16'' સેલની શરૂઆત કરી છે. એરલાયન્સ કંપનીએ તેની જાહેરાત પોતાની ઉડાનના 16 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારથી ક્યાં સુધી કરી શકો યાત્રા?
એનિવર્સરી સેલ ઓફર ''Sweet 16'' આજે એટલે કે 3 ઓગસ્ટે ખુલી ગયો છે. આ ઓફર 5 ઓગસ્ટ સુધી ચાલશે. એટલે કે તમે 3-5 ઓગસ્ટ વચ્ચે બુકિંગ કરાવો તો તમને માત્ર 1616 રૂપિયામાં હવાઈ ટિકિટ મળી શકે છે. આ ઓફર હેઠળ તમે 18 ઓગસ્ટ 2022 અને 16 જુલાઈ 2023 વચ્ચે યાત્રા કરી શકો છો. 


કંપનીએ ટ્વીટ કરી આપી જાણકારી
ઈન્ડિગોએ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. એરલાયન્સ કંપનીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે, અમારૂ #સ્વીટ16 આવી ગયું અને અમારી પાસે તમારા માટે એક સ્વીટ ડીલ છે. માત્ર 1616 રૂપિયાની શરૂઆતી કિંમત પર હવાઈ ટિકિટ બુક કરો. રાહ ન જુઓ. 18 ઓગસ્ટ 2022થી 16 જુલાઈ 2023 વચ્ચે યાત્રા માટે 5 ઓગસ્ટ, 2022 સુધી બુકિંગ કરી શકો છો. 


આ પણ વાંચોઃ ઓલટાઈમ હાઈ રેટથી 4000 રૂપિયા સસ્તું વેચાઈ રહ્યું છે સોનું, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ


જાણો ઓફર વિશે વિગત
ઈન્ડિગોના સ્વીટ 16 સેલ ઓફર પ્રસ્થાનની તારીખથી ઓછામાં ઓછા 15 દિવસ પહેલા કરવામાં આવેલ બુકિંગ પર માન્ય છે. બસ યાત્રાની તારીખ 18 ઓગસ્ટ 2022 પહેલા અને 16 જુલાઈ 2023 બાદની ન હોય. આ ઓફર હેઠળ સીટોની સંખ્યાનો ખુલાસો કર્યા વગર કંપનીએ કહ્યું- ઓફર હેઠળ સીમિત ઇવેન્ટ્રી ઉપલબ્ધ છે અને તેથી ગ્રાહકની ઉપલબ્ધતા અને ઈન્ડિગોના વિવેકાધિકાર પર છૂટ પ્રદાન કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube