નવી દિલ્હીઃ દેશમાં સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. આવનારા દિવસોમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. ઈન્ડોનેશિયાએ પામ તેલની નિકાસ પર લગાવેલો પ્રતિબંધ પરત લેવાનો નિર્ણય કર્યો છે. ઈન્ડોનેશિયાએ જાહેરાત કરી છે કે 23 મેથી પામ ઓયલના એક્સપોર્ટ પર લાગેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવશે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ આ વાતની જાહેરાત કરી છે. ઈન્ડોનેશિયાએ આ નિર્ણય પામ ઓયલ સેક્ટરમાં કામ કરતા આશરે 1.70 કરોડ લોકોના હિતોને ધ્યાનમાં રાખી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં પામ ઓયલના ભાવમાં થશે ઘટાડો
ભારત દર વર્ષે આશરે 13થી 13.50 મિલિયન ટન ખાવાના તેલની આયાત કરે છે. જેમાં 63 ટકા ભાગાદારી પામ ઓયલની છે. 63 ટકા આયાત કરેલા પામ તેલમાં 45 ટકા ઈન્ડોનેશિયાથી આવે છે. વધતી કિંમતને કારણે વર્ષ 2021-2022 માં ખાવાના તેલની આયાત 1.5 મિલિયન ટનથી ઘટીને 1.3 મિલિયન ટન રહી ગઈ હતી. કિંમતમાં વધારાને કારણે આ દરમિયાન ખાવાના તેલની આયાત પર ભારે 1.4 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો છે. જ્યારે તે પહેલાના વર્ષમાં 82123 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો. ભોજન પકાવવા માટે વિશ્વમાં સૌથી વધુ પામ ઓયલનો ઉપયોગ થાય છે. જે વિશ્વના વપરાશના 40 ટકા છે. ત્યારબાદ સોયા તેલ આવે છે, જેનો વપરાશ 32 ટકા છે અને ત્યારબાદ સરસવનું તેલ આવે છે, જેનો વપરાશ 15 ટકા છે. 


આ પણ વાંચોઃ Ratan Tata નો આ વીડિયો ખુબ ઝડપથી થઈ રહ્યો છે વાયરલ, જોઈને તમે પણ વિચારતા રહી જશો


ઈન્ડોનેશિયાએ લગાવ્યો હતો પ્રતિબંધ
ઈન્ડોનેશિયાએ 28 એપ્રિલે પામ ઓયલની નિકાસ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ પામ તેલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ઈન્ડોનેશિયા પામ ઓયલનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે. તો ભારત વિશ્વમાં સૌથી વધુ ખાદ્ય તેલ ખાસ કરીને પામ ઓયલની આયાત કરતો દેશ છે. ઈન્ડોનેશિયાના આ નિર્ણય બાદ ભારતના લોકોને રાહત મળશે, જ્યાં પહેલાથી તેલના ભાવમાં મોટો વધારો થયેલો છે. ભારતે પહેલાથી રશિયા યુક્રેન યુદ્ધને કારણે સનફ્લાવર ઓયલની સપ્લાયમાં વિઘ્ન આવતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ઈન્ડોનેશિયાએ પામ ઓયલની નિકાસ પર પ્રતિબંધ લગાવી મુશ્કેલી વધારી દીધી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube