નવી દિલ્હીઃ ઔદ્યોગિક ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં ઔદ્યોગિત ઉત્પાદનમાં પાછલા વર્ષે સપ્ટેમ્બરની તુલનામાં 4.3 ટકાનો ઘટાડો થયો છે. સોમવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા પ્રમાણે મેન્યૂફેક્ચરિંગ સેક્ટરના ખરાબ પ્રદર્શનને કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થયો છે. પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં ફેક્ટરી આઉટપુટમાં 4.6 ટકાનો વધારો થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સપ્ટેમ્બર મહિનામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 3.9 ટકાનો ઘટાડો આવ્યો છે. પાવર સેક્ટરમાં પણ 2.6 ટકાનો ઘટાડો થયો છે. પાછલા વર્ષે સમાન સમયગાળામાં તેમાં 8.2 ટકાનો વધારો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બરમાં માઇનિંગ સેક્ટરમાં પણ 8.5 ટકાનો ઘટાડો થયો છે. પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં માઇનિંગ સેક્ટરમાં 0.1 ટકાનો વધારો થયો હતો. 


સરકારી આંકડા પ્રમાણે સપ્ટેમ્બરમાં મેન્યૂફેક્ચરિંગ આઉટપુટમાં 3.9 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઓગસ્ટમાં આ સેક્ટરમાં ઉત્પાદનમાં 1.2 ટકાનો ઘટાડો થયો હતો. 


જો પાયાના ઉત્પાદનોની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં તેમાં 5.1 ટકાનો ઘટાડો થયો, જ્યારે ઓગસ્ટમાં આ સેક્ટરમાં 1.1 ટકાનો વધારો જોવા મળ્યો હતો. તો કેપિટલ ગુડ્સના આઉટપુટમાં 20.7 ટકાનો ઘટાડો થયો છે. 
 


જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube