નવી દિલ્હીઃ મંદીનો સામનો કરી રહેલા ભારતીય અર્થતંત્રને બુધવારે બેવડો ઝટકો લાગ્યો છે. જાન્યુઆરીમાં રિટેલ ફુગાવોનો દર વધીનો 7.59% રહ્યો, જે ડિસેમ્બર 2019માં 7.35% ટકા રહ્યો હતો. મોંઘવારી દરમાં આ વધારો ખાદ્ય પદાર્થો જેવા શાકભાજી, દાળ અને પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ મોંઘી થવાને કારણે થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાન્યુઆરી 2019માં મોંઘવારી દર 2.05% રહ્યો હતો. જાન્યુઆરીમાં મોંઘવારી દર ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના 4%ના લક્ષ્યથી ઘણો ઉપર રહ્યો છે. 


તો ડિસેમ્બરમાં ઉદ્યોગોની ગતિમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ઔદ્યોગિકના ઉત્પાદનનો વૃદ્ધિ દર ડિસેમ્બરમાં 0.3% ઘટીને 2.5% ટકા રહ્યો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન ઘટવાને કારણે આ ઘટાડો નોંધાયો છે. 


વિજળી ઉત્પાદન ઘટીને 0.1 ટકા રહ્યો, જ્યારે ડિસેમ્બર 2018માં તેમાં 4.5 ટકાનો વધારો નોંધાયો હતો. 


ખનન ક્ષેત્રના ઉત્પાદનમાં 5.4%નો વધારો જોવા મળ્યો, જ્યારે તેમાં પહેલા 1 ટકાનો ઘટાડો થયો હતો. 


ચાલૂ નાણાકીય વર્ષ એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળામાં આઈઆઈપી ગ્રોથ ઘટીને 0.5% રહ્યો જે નાણાકીય વર્ષ 2018-19ના સમાન સમયગાળામાં 4.7% હતો.


એનએસઓ દ્વારા જારી આંકડા પ્રમાણે, ખાદ્ય ફુગાવા ઘટીને 13.63% રહ્યો, જે ડિસેમ્બર 2019માં 14.14% રહ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


બિઝનેસના અન્ય સમાચાર જોવા માટે કરો ક્લિક