Inflation Rate in India: જલદી નહીં મળે મોંઘવારીથી રાહત, RBI ટોલરન્સ બેન્ડના ટોચ પર પહોંચ્યો છે ફુગાવો દર
Inflation rate in India: રોયટર્સના સર્વે અનુસાર, ભારતનો છૂટક ફુગાવાનો અપેક્ષિત દર માર્ચ 2022 માં 16 મહિનાના તેના ઉચ્ચ સ્તર 6.35 ટકા સુધી પહોંચી ગયો છે. એક્સપર્ટનું કહેવું છે કે, હજું મોંઘવારી વધી શકે છે.
નવી દિલ્હી: ભારતનો છૂટક ફુગાવાનો અપેક્ષિત દર માર્ચ 2022 માં 16 મહિનાના તેના ઉચ્ચ સ્તર 6.35 ટકા સુધી પહોંચી ગયો છે. તે રોયટર્સ દ્વારા જાહેર પોલ રિપોર્ટનું કહેવું છે. આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ભારતીય રિઝર્વ બેન્કના upper tolerance band નું સૌથી ઉંચુ સ્તર છે અને મોંઘવારી સતત ત્રણ મહિનાથી વધતા ખાદ્યપદાર્થોના ભાવ વધારાના કારણે થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, ફેબ્રુઆરીના અંતમાં યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ ક્રુડ ઓઇલના ભાવમાં વધારો થવાને કારણે એપ્રિલ સુધી ઉપભોક્તા કિંમતોમાં ઘટાડો અથવા રાહતની આશા નથી અને આવનારા દિવસોમાં હજું મોંઘવારી વધી શકે છે.
નવેમ્બર 2020 પછી સૌથી વધુ મોંઘવારી
રોયટર્સના સર્વે અનુસાર, 48 અર્થશાસ્ત્રિઓના 4-8 એપ્રિલના રોયટર્સ પોલે ફુગાવોનું સૂચન આપ્યું જે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અનુસાર માર્ચમાં છૂટક ફુગાવો દર 6.35 ટકા, ફેબ્રુઆરીમાં 6.07 ટકાખી વધીને 6.35 ટકા થઈ ગયો છે. જે નવેમ્બર 2022 પછી અત્યાર સુધીનું સૌથી વધારે રિડિંગ હશે.
RBI ના ટોલરેન્સ બેન્ડના સૌથી ઉંચા સ્તર પર મોંઘવારી
આ રિપોર્ટમાં આગાહી કરવામાં આવી છે કે, આવનારી 12 એપ્રિલના RBI જે ડેટા જાહેર કરશે, તે 6.06 ટકા અને 6.50 ટકા વચ્ચે હોઈ શકે છે. જે આરબીઆઇના ટોલરેન્સ બેન્ડના સૌથી ઉંચા સ્તર પર છે. ANZ ના એક અર્થશાસ્ત્રી ધીરજ નિમે માસિક પરિવર્તનોમાં મોસમી પેટર્નનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમે આશા રાખીએ છીએ કે, હેડલાઈન ફુગાવો 6.30 ટકા y/y સુધી પહોંચી જશે, કેમ કે ખાદ્ય કિંમતોમાં ક્રમશ રીતે ફેબ્રુઆરી સુધી ત્રણ મહિનાના ઘટાડા બાદ વૃદ્ધિ થઈ છે.
મોંઘવારી દરમાં હજું થઈ શકે છે વધારો
રિપોર્ટ અનુસાર કેટલાક અર્થશાસ્ત્રીઓનું માવું છે કે, માર્ચમાં મોંઘવારી દર વધી શકે છે. જેના માટે RBI ડેટા 12 એપ્રિલના જાહેર કરશે. એક્સપર્ટનું માનીએ તો મોંઘવારી દર 6.5 ટકા સુધીના અંદાજ મુજબ વધી શકે છે. જે સતત ત્રીજા મહિનામાં વધારા સાથે નોંધવામાં આવશે. જો આ ચાલુ રહે છે તો તો આરબીઆઇના મોંઘવારી દર લિમિટના ટોલરેન્સ લેયરને 2-6 ઉપર પહોંચી શકે છે. જે આવનારા સમય માટે એક ચેતવણી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube