નવી દિલ્હી: પેટ્રોલ અને ડિઝલના ભાવ વધરાની સાથે ખાદ્ય પદાર્થો મોઘા થતા WPIઆધારિત મોધવારી દર સપ્ટેમ્બર મહિનામાં વધીને બે મહિનાના ઉચ્ચત્તમ સ્તર 5.13 ટકા પર પહોચ્યો છે. WPI આધારિક મોઘવારી દર ઓગસ્ટમાં 4.53 ટકા તથા ગત વર્ષે સપ્ટેમ્બરમાં 3.14 ટકા હતો. સોમવારે જાહેર કરલે સરકારી આંકડાઓ અનુસારસ, ખાદ્ય પદાર્થોમાં સપ્ટેમ્બરમાં ઓગસ્ટની તુલનાએ 4.04 ટકા રહ્યો જેમાં 0.21 ટકાનો ઘટાડો નોધાયો હતો. શાકભાજીમાં મોધવારી દર સપ્ટેમ્બરમાં 3.83 ટકા રહ્યો જે ઓગસ્ટમાં 20.18 ટકા હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇધણ અને વિજળીમાં મોધવારી દર 16.55 ટકા રહ્યો હતો. પેટ્રોલ અને ડીઝલમાં મોઘવારી દર ક્રમશઃ 17.12 ટકા અને 22.18 ટકા રહ્યો જ્યારે એલપીજીમાં મોધવારી દર 33.15 ટકા રહ્યો હતો. 


ખાદ્ય પદાર્થો ચાલુ માસ દરમિયાન 80.13 ટકા મોઘા થયા હતા જ્યારે ડુંગળી અને ફળોના ભાવ ક્રમશઃ 25.33 ટકા અને 7.35 ટકા ઓછા થયા હતા. દાળના ભાવોમાં 18.14 ટકા રહ્યો હતો. ગત સપ્તાહે જાહેર કરેલા આંકડાઓમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન મોઘવારી દરમાં ઓગસ્ટમાં 3.69 ટકાથી વધારીને સપ્ટેમ્બરમાં 3.77 ટકા પોહચ્યો હતો.


વધુ વાંચો...PF એકાઉન્ટ સાથે ફ્રીમાં મળે છે આ 7 ફાયદા ! જાણવાથી થશે ફાયદો



ગત મહિને મોઘવારી દરોમાં આવ્યો હતો ઘટાડો 
14 સપ્ટેમ્બરે આવેલા આંકડાઓમાં હોલસેલ ભાવોમાં સૂચક આંક આધારિત મોઘવારી દક ઓગસ્ટમાં ઘટીને 4.53 ટકા પર આવી ગયો હતો. ખાદ્ય પદાર્થોમાં ખાસ કરીને શાકભાજીના ભાવમાં ઘટાડાથી મોઘવારી દર પણ નરમ રહ્યા હતા. હોલસેલ ભાવોના સૂચકઆંક આધારિક મોઘવારી દર 5.09ટકા રહ્યો હતો. જ્યારે એક વર્ષ પહેલા ઓગસ્ટમાં જે .24 ટકા રહ્યો હતો. ખાદ્ય પદાર્થોમાં મોધવારી દર ઓગસ્ટમાં 4.04 ટકા ઘટીને પાછલા વર્ષે 2.16 ટકા ઓછો થયો હતો.