નવી દિલ્હીઃ બેનામી સંપત્તિઓ પર શકંજો કસવા માટે નાણા મંત્રાલયે એક કરોડ રૂપિયાના ઇનામની યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ જો કોઈ વ્યક્તિ બેનામી પ્રોહિબિશન યૂનિટ્સમાં જોઈન્ટ કે એડિશનલ કમિશનર સમક્ષ કોઈ તેવી સંપત્તિની જાણકારી આપે છે તો તેને ઈનામ મળશે. નાણા મંત્રાલયના આદેશ અનુસાર આવી સંપત્તિની જાણકારી આવકવેરા વિભાગના ઇન્વેસ્ટિગેશન ડાયરેક્ટોરેટને આપવાની રહેશે. આમ કરવા પર સંબંધિત વ્યક્તિને વિભાગ તરફતી 5 કરોડ રૂપિયા સુધીનું ઈનામ આપવામાં આવશે. બેનામી ટ્રાન્ઝેક્શન ઇન્ફોર્મેટ્સ રિવોર્ડ સ્કીમ, 2018 હેઠળ આ રકમ જાણકારી આપનારને મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં સરકારે 1988ના બેનામી એક્ટને સંશોધિત કરીને બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ, 2016 પાસ કર્યો હતો. હવે બેનામી સંપત્તિઓની શોધમાં લોકોનો સહયોગ વધારવા માટે સરકારે આ ઈનામી યોજના જાહેર કરી છે. બેનામી લેણદેણ અને સંપત્તિઓ ઉજાગર કરનાર અને આવી સંપત્તિઓથી મળનારી આવક વિશે સૂચના આપનાર લોકોને આ ઈનામ મળશે. 



મંત્રાલય પ્રમાણે આ સ્કીમને લાભ વિદેશી નારગિક પણ ઉઠાવી શકે છે. બેનામી સંપત્તિઓ વિશે જાણકારી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને આ મામલામાં સખત ગોપનિયતાનું પાલન કરવામાં આવશે. બેનામી ટ્રાન્ઝેક્શન ઈન્ફર્મેટ્સ રિવર્ડ સ્કીમ, 2018 વિશે આવકવેરા વિભાગની ઓફિસ અને તેની વેબસાઇટ પર સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ છે. 



ટેક્સ ચોરીની જાણકારી આપવા પર મળશે 50 લાખ
આટલું જ નહીં સરકારે ઈન્કમ ટેક્સ ચોરી મામલો ઉજાગર કરનાર માટે પણ 50 લાખની ઈનામની યોજનાની જાહેરાત કરી છે. 1961ના આઈટી એક્ટ મુજબ સરકારે ઇનકમ ટેક્સ ઇનફર્મેટ્સ રિવર્ડ સ્કીમ શરૂ કરી છે. આ હેઠળ જો કોઈ વ્યક્તિ ટેક્સ ચોરીના મામલાની જાણકારી આવકવેરા વિભાગ કે તપાસ એજન્સીને આપશે તો તે ઈનામનો હકદાર બનશે.