નવી દિલ્હી : હાલમાં જાહેર થયેલી માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી જનધન યોજનામાં 5 સપ્ટેમ્બર સુધી ઓછામાં ઓછાં 20 લાખ લોકો શામેલ છે. આ સાથે સાથે નાણાંકીય સમાવેશનાં આ પ્રમુખ કાર્યક્રમમાં ખાતાધારકોની કુલ સંખ્યા વધીને 32.61 કરોડ થઇ ગયા છે. નાણાં મંત્રાલયે આ જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણાંકીય મંત્રાલયનાં આંકડા અનુસાર 15 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બરની સમયમર્યાદા દરમ્યાન 32.61 કરોડ જનધન યોજનાના ખાતામાં કુલ જમા રકમમાં માં 1,266.43 કરોડ રૂપિયાની વૃદ્ધિ જોવામાં આવી. જનધન યોજના ખાતામાં બચેલ શેષ ધન 5 સપ્ટેમ્બરનાં રોજ 82,490.98 કરોડ રૂપિયા હતાં.


સંશોધિત યોજના અંતર્ગત 28 ઓગસ્ટ બાદ નવા જનધન યોજના ખાતાઓ અંતર્ગત નવા રૂપિયા કાર્ડધારકો માટે આકસ્મિક વીમા કવર એક લાખ રૂપિયાથી વધારીને 2 લાખ કરી દેવામાં આવી છે. આ સિવાય 5,000 રૂપિયાની વર્તમાન “ઓવર ડ્રાફ્ટ” સીમાને વધારીને 10,000 રૂપિયા કરી દેવામાં આવેલ છે.


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...