10.9 અબજ ડોલરની કંપનીમાં હતા ટોચના પદ પર, બીજી નોકરી વગર રાતોરાત આપી દીધું રાજીનામું!
આ કંપનીમાં તેઓ 18 વર્ષથી કાર્યરત હતા
બેંગ્લુરુ : ઇન્ફોસિસના ચીફ ફાઇનાન્સ ઓફિસર એમ.ડી. રંગનાથે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે પણ તેઓ 16 નવેમ્બર સુધી પોતાની જવાબદારી નિભાવશે. આઇટી દિગ્ગજે શનિવારે આ વાતની જાણકારી આપી હતી. ઇન્ફોસિસે પણ સત્તાવાર જાહેરાત કરી છે અને કહ્યું છે કે કંપનીએ રંગનાથનું રાજીનામું સ્વીકારી લીધું છે અને આ સમય દરમિયાન નવા સીએફઓની શોધ કરવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે એમ.ડી. રંગનાથે નવા ક્ષેત્રોમાં અવસરની શોધ કરવા માટે આ રાજીનામું આપ્યું છે. તેમણે માહિતી આપી છે. રંગનાથ 10.9 અરબ ડોલરની વૈશ્વિક મૂલ્ય ધરાવતી આ કંપનીમાં છેલ્લા 18 વર્ષથી કાર્યરત હતા. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી સીએફઓની મહત્વની જવાબદારી નિભાવી રહ્યા હતા.
કંપનીના જવાબદાર અધિકારી નંદન નિલેકણીએ કહ્યું છે કે મેં મારી 18 વર્ષની વર્ષની કરિયરમાં રંગનાથને નેતૃત્વની ભૂમિકામાં જોયા છે. તેમણે વિશેષ યોગ્યતા સાથે પરિણામ આપ્યું છે. તેમના સીએફઓના કાર્યકાળ દરમિયાન કંપનીએ સારું પ્રદર્શન કર્યું છે અને સન્માન મેળવ્યું છે.